ભારતીય જનતા પાર્ટી દ્વારા પક્ષ વિરોધી કાર્યવાહી કરનાર સામે શિસ્ત સમિતીની 17 અને 18 જાન્યુઆરીના રોજ બેઠક મળશે.650માંથી આવેલી ગંભીર ફરીયાદો મામલે પાર્ટી એક્શનમાં મોડમાં છે. ત્યારે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે કાર્યવાહી થઈ શકે છે. ઉત્તરાયણ બાદ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક 17 અને 18 જાન્યુઆરીના રોજ એમ બે દિવસ ચાલશે. ગંભીર ફરીયાદોનો નિવેડો લાવવામાં આવે છે. ભાજપ દ્વારા મળેલી ફરીયાદમાં સૌથી વધુ ફરીયાદો સૌરાષ્ટ્ર્ અને કચ્છ ઝોનની છે. આ ઉપરાંત ઉત્તર ઝોનની પણ વધુ ફરીયાદો સામે આવી છે.
50થી વધુ ખોટી ફરીયાદો
650 ફરીયાદો કરવામાં આવી છે. જેમાં કેટલીક ગંભીર ફરીયાદો પણ છે ત્યારે બે દિવસ ચાલનારી આ બેઠકમાં કેટલીક ખોટી ફરીયાદો સામે પણ જોવામાં આવશે. કેમ કે, સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર 50 જેટલી ફરીયોદો ખોટી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર-ક્છની સૌથી વધુ 150 ફરીયાદ
સૌરાષ્ટ્ર અને કચ્છની 150 ફરીયાદો કરવામાં આવી છે. આ સૌથી વધુ ફરીયાદો છે. જેથી કેટલીક ફરીયાદો સામે કાર્યવાહી કરવામાં આવશે. મધ્યઝોનમાંથી પણ કેટલીક ફરીયાદો મળી છે જ્યારે ઉ.ઝોનમાં 125થી વધુ ફરીયાદો મળી છે. રાજકોટ, ખેડા, સુરેન્દ્રનગર સહીત વિસ્તારોમાંથી પણ ફરીયાદો મળી છે.
ટીમની આ બાબતે કરાઈ હતી નિમણૂક
શિસ્તબદ્ધ ભાજપ પક્ષમાં કેટલાક અસંતુષ્ટ કાર્યકરો અને નેતાઓએ ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃતિઓ કરીને પક્ષની છબી ખરડવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતને પ્રાદેશિક અને રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા ગંભીરતાથી લેવામાં આવી હતી અને ચૂંટણી સમયે જ કેટલાક સામે કાર્યવાહી કરવામાં આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે, ફરિયાદની તપાસ માટે વલ્લભ કાકડિયાના નેતૃત્વમાં ટીમની નિમણૂક કરાઈ હોવાનું પણ જાણવા મળ્યું હતું. શિસ્ત સમિતિ આ મામલે બેઠક કરવા જઈ રહી છે. 10 જાન્યુઆરીથી ઝોન મુજબ ફરિયાદો સાંભળવામાં આવશે. તેમ સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500