સોનગઢનાં કેસરીનંદન સોસાયટીમાં રહેતા યશવંતભાઈ પંડિતભાઈ પ્રજાપતિ પોતાની પત્ની બહારગામ ગઈ છે. બારડોલી દવાખાને સાથે આવવાવાળું કોઈ નથી કહી મહારાષ્ટ્રની ધુલીયાની પરિણીતાને સુરતના ગેસ્ટ હાઉસમાં લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો હતો.
તેણે પરિણીતા પાસેથી ૬ તોલા સોનાના ઘરેણા અને રૂ.૫૦,૦૦૦ તફડાવી લીધા હતા. યશવંતે છેલ્લે સોનગઢની આશીર્વાદ હોટલમાં પણ રૂમ બુક કરાવી ભોગ બનનાર સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. આ દરમિયાન યશવંતની પત્ની સોનાલી પ્રજાપતિ અને રોહન (બન્ને રહે.સોનગઢ) હોટલમાં પહોંચી જઈ પરિણીતાને જાતિ વિષયક ગાળો આપી ચપ્પુ માર્યું હતું. બનાવ અંગે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application