Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

છત્તીસગઢમાં SBIની નકલી બ્રાંચ ખોલી અનેક સાથે છેતરપિંડીની ઘટના સામે આવતાં ખળભળાટ મચી

  • October 04, 2024 

છત્તીસગઢમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની નકલી બ્રાંચ ખોલીને અનેક સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. એસબીઆઈ જેવું જ નવું ફર્નિચર, કેશ કાઉન્ટર અને તેના જેવા જ પેપરવર્ક સાથે ગામડાનાં લોકોને બેંકમાં એકાઉન્ટ ખોલવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ નકલી બેંકના કર્મચારીઓને પણ છેતરવામાં આવ્યા હતા. તેમને કહેવામાં આવ્યું હતું કે, તેમને અસલી એસબીઆઈમાં કાયમી નોકરી મળી છે. આ મામલામાં પોલીસે છ આરોપીઓ સામે કેસ નોંધ્યો છે.


છત્તીસગઢના સક્તી જિલ્લાના છપોર ગામમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની નવી બ્રાંચ ખોલવામાં આવી હતી. નવી બ્રાંચની કામગીરી નજીકના વિસ્તાર ડાબરાના એસબીઆઈ બેંક મેનેજરને શંકાસ્પદ લાગી હતી. તેમણે ૨૭ સપ્ટેમ્બરના રોજ એસબીઆઈના અધિકારીઓ અને પોલીસ સાથે બ્રાંચમાં રેડ પાડતા નકલી બ્રાંચનો પર્દાફાશ થયો હતો.આ કૌભાંડમાં સામેલ ત્રણ આરોપીઓને ઓળખ રેખા સાહુ, મંદિર દાસ અને પંકજ તરીકે કરવામાં આવી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, મુખ્ય સુત્રધારે માત્ર નકલી દસ્તાવેજો અને નકલી ટાઈટલ જ નહીં.


પરંતુ, બેંકના તમામ કર્મચારીઓને બેંકમાં કાયમી નોકરી લાગી છે કહીને ટ્રેનિંગ આપી હતી. તેમની પાસેથી પણ નોકરીના બદલામાં ફી તરીકે રૂપિયા ૨-૬ લાખ પડાવવામાં આવ્યા હતા. એક કર્મચારીએ જણાવ્યું કે, તેની પાસે રૂ.૫ લાખની માંગ કરવામાં આવી હતી. છેવટે તેણે રૂ. ૨.૫ લાખ આપીને નોકરી સ્વીકારી હતી. ગામના એક વ્યક્તિએ એસબીઆઈ કિઓસ્ક માટે અરજી કરતા એસબીઆઈના અધિકારીઓ સાવચેત થયા હતા. મેનેજરો નવી બ્રાંચનો કોઈ કોડ કે અન્ય માહિતી ન શોધી શકતા પોલીસને જાણ કરવામાં આવી હતી. કૌભાંડનો ઉદ્દેશ કોરબા, બાલોદ, કબીરધામ અને શક્તિ સહિતના જિલ્લાઓના બેરોજગાર વ્યક્તિઓને ટારગેટ કરવાનો હતો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application