Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનાં કેમ્પસમાં ફાયરિંગની ઘટના બની, સુરક્ષાકર્મીઓએ બે હુમલાખોરોને પકડી પાડ્યા

  • July 24, 2024 

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનાં કેમ્પસમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. માહિતી અનુસાર બે કર્મચારીઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘટના બાદ બે હુમલાખોરોને સુરક્ષાકર્મીઓએ પકડી પાડ્યા હતા. ત્યારબાદ ઘાયલોને મેડિકલ કોલેજમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જોકે ગોળીબારની ઘટના બનતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસને આ ઘટના વિશે તાત્કાલિક જાણ કરવામાં આવી હતી જે બાદ તે તરત જ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનાં કેમ્પસમાં પહોંચી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સપ્ટેમ્બરમાં પણ જેએનયુમાં ફાયરિંગની ઘટના બની હતી. ઘટનાને અંજામ આપનાર બદમાશ કેન્ટીન સંચાલક પાસેથી હપ્તો માંગી રહ્યો હતો. જ્યારે સંચાલકે ના પાડી તો આરોપીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application