Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મિઝોરમનાં નવા મુખ્યમંત્રી તરીકે ઝોરમ પીપલ્સ મુવમેન્ટનાં નેતા લાલ દુહોંમાએ લીધી શપથ

  • December 09, 2023 

એક તરફ ભારતના હાર્દ સમાન વિસ્તાર હિન્દી હાર્ટલેન્ડનાં રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્યમંત્રી પદ માટે ધમાસણ યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે દેશના પૂર્વોત્તર રાજ્યોમાં છેક દક્ષિણ છેડે આવેલું મિઝોરમ ભારતવાસીઓને લોકશાહીનો સાચો માર્ગ દર્શાવે છે. ગતરોજ ઝોરમ પીપલ્સ મુવમેન્ટ (ઝેડપીએમ)નાં નેતા લાલ દુહોમાને રાજ્યપાલ હરિબાબુ, ખંભમપતિએ મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા સાથે અન્ય અગિયાર વિધાયકોના પણ મંત્રીપદના શપથ લેવડાવાયા. ઐઝવાલ સ્થિત રાજભવનમાં આ શપથ વિધિ યોજાયો ત્યારે પરાજિત મિઝોનેશનલ ફ્રન્ટના નેતા અને વિદાય લેતા મુખ્યમંત્રી ઝોરમ આંગા અને તેઓના પક્ષના તમામ વિધાયકો પણ ઉપસ્થિત રહ્યા હતા.



આ ઉપરાંત રાજ્યના એક પૂર્વ મુખ્યમંત્રી લાલથાનાવાલા પણ સમારંભમાં હાજર રહ્યા હતા. મંગળવારે ZPMનાં વિધાનસભા પક્ષની મળેલી બેઠકમાં લાલદુહોનાને નેતા તરીકે અને કે. સપદંગાને ઉપનેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. માત્ર ૪૦ સભ્યોની વિધાનસભામાં મુખ્યમંત્રી સહિત કુલ ૧૨ મંત્રીઓ રહેશે. વાસ્તવમાં ૨૦૧૯માં જ રાજકીય પક્ષ તરીકે નોંધાયેલા પક્ષ ઝોરમ પીપલ્સ મુવમેન્ટ આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ૨૭ બેઠકો જીતી સૌથી મોટો પક્ષ તરીકે બહાર આવ્યો હતો. ZPM ૨૦૧૮માં તો ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર રાજકીય પક્ષ તરીકે સ્વીકૃત કરાયો પણ ન હતો. તેમ છતાં, તેણે ૨૦૧૮ની ચૂંટણીમાં ૧૯ બેઠકો મેળવી હતી. આ વખતે તેમાં ૮નો વધારો કરી ૨૭ બેઠકો મેળવી નિરીક્ષકો કહે છે કે, અહીં સીટની સંખ્યાનું મહત્વ તો છે. શપથ વિધિ પ્રસંગે પણ ઉપસ્થિત રહેલા વિદાય લેતા મુખ્યમંત્રી અને તેમના પક્ષના વિધાયકો તેમાં અન્ય પૂર્વ મુખ્યમંત્રીની પણ તે પ્રસંગ ઉપસ્થિતિનું તેમણે સાચી લોકશાહીનો માર્ગ દર્શાવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application