છત્તીસગઢના સક્તી જિલ્લામાં સાત દિવસથી ભૂખ્યા-તરસ્યા સાધના કરી રહેલા પરિવારના બે સગા ભાઈઓના ગુરુવારે મોત નીપજ્યા. પરિવારના અન્ય ચાર લોકો હોસ્પિટલમાં દાખલ છે. પોલીસના જણાવ્યા અનુસાર બારદ્વાર પોલીસ સ્ટેશનના તાંદુલડીહ ગામના ગોંડ પરિવારના છ સભ્ય છેલ્લા અમુક દિવસોથી ઘરેથી બહાર આવ્યા નહોતા. ગુરુવારે પાડોશીઓએ તેમના ઘરેથી જોર-જોરથી જયકારાનો અવાજ સાંભળ્યો તો પોલીસ હેલ્પલાઈનને માહિતી આપી.
ઘરની અંદર વિકાસ ગોંડ, વિક્કી ગોંડ બેભાન અવસ્થામાં જોવા મળ્યા. બંનેની માતા, એક બાઈ અને બે બહેનો જય ગુરુદેવનો જાપ કરી રહ્યા હતા. હોસ્પિટલ લઈ જવા પર બંને ભાઈઓને મૃત જાહેર કરી દેવાયા. પરિવારના અન્ય સભ્યોને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે, ગોંડ પરિવાર ઉજ્જૈનના એક બાબાની તસવીરને સામે મૂકીને સાધના કરી રહ્યો હતો. પરિવારના સભ્યોનો વ્યવહાર વિક્ષિપ્તોની જેમ હતો. એસડીઓપી મનીષ કુંવરે જણાવ્યું કે, એફએસએલની ટીમે ઘટના સ્થળેથી અમુક સેમ્પલ લીધા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને એફએસએલ રિપોર્ટ મળ્યા બાદ જ મોતના કારણની જાણ થઈ શકશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500