મધ્યપ્રદેશના ભોપાલમાંના હનુમંતાબ વિસ્તારમાં એક મહિલાએ તેની બે વર્ષની ભત્રીજીની હત્યા કરી હતી.આ અંગે માહિતી આપતા સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ પ્રિયંકા શુક્લએ જણાવ્યું હતું કે, શકીબ મનસુરી નામની એક વ્યક્તિની બે વર્ષની પુત્રી સોમવાર બપોરથી ગુમ થઈ હતી તેથી તેની શોધ શરૂ કરવામાં આવી.તે પછી સૌથી પહેલા તો તે બાળકીના કુટુંબીજનોની પૂછપરછ શરૂ કરાઈ હતી તેમના નિવેદનોમાં અસંબદ્ધતા જણાતા પોલીસે ઘરમાં તપાસ શરૂ કરી અને ઘરના ડ્રોઇંગરૂમમાં રહેલા સોફામાંથી તે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતા.
આ પછી પોલીસે કુટુંબીજનોની પૂછપરછ ફરી શરૂ કરી તેમાં તે બાળકીની કાકી અફસાનાએ કબુલ્યું કે, તેણે બાળકીની હત્યા કરી છે. અફસાનાએ વધુમાં કહ્યું કે, તે ડ્રોઇંગરૂમના સોફા ઉપર સૂતી હતી ત્યાં આ બાળકી આવી પહોંચી મેં તેને બહાર જવા કહ્યું રૂમ છોડી દેવા કહ્યું છતાં ન જતાં મેં તેને તમાચા માર્યા તેથી તે જોરથી રોવા લાગી તેથી મેં તેનું મોઢું દબાવી દીધું સાથે નાક પણ દબાઈ ગયું તેનો શ્વાસ બંધ થતા હું સમજી ગઈ કે મૃત્યુ પામી છે તેથી મેં તેના મૃતદેહને સોફામાં છુપાવી દીધો હતોઆ પછી પોલીસે અફસાનાની ધરપકડ કરી છે. હવે અમે પોસ્ટમોર્ટમ રીપોર્ટની રાહ જોઈએ છીએ તેમ પણ એસ.પી. પ્રિયંકા શુક્લએ પત્રકારોને જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application