વાલોડના પેલાડ બુહારી ખાતે આવેલ પેલાડ બુહારી દૂધ ઉત્પાદક સહકારી મંડળના વ્યવસ્થાપક કમિટીના પ્રમુખ સહિત નવ સભ્યોએ વહીવટી અનિયમિતતા અને થયેલ આક્ષેપો અને કારભાર વહીવટમાં જે તે સમયના મંત્રીઓ તરફથી સહકાર ન મળવાનું કારણ આગળ ધરી સામૂહિક રાજીનામા ધરી દેતા લોકોમાં અનેક તર્ક વિતર્કો ઊભા થયા છે.વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામે આવેલ પેલાડ બુહારી દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડમા તા. 25 મી સપ્ટેમ્બરના રોજ 43 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી,
દૂધ ઉત્પાદક મંડળીમાં સામાન્ય સભામાં હિસાબો મેળવાયા ન હોવાથી, નાણાંકીય ગેરરીતિઓ બાબતે સભાસદોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો, સભામાં વાતાવરણ ગરમ થતા મંડળીના હોદ્દેદારો દ્વારા સભાસદોના પ્રશ્નોની સામે યોગ્ય જવાબો ન મળતા સભા બરખાસ્ત રાખવામાં આવી હતી, મંડળીના હિસાબો મેળવાયા ન હોવા અંગેનાં આક્ષેપો, મંડળીમાં ચાલતી ગેરીતિઓ હોવા અંગે શંકાઓ સેવાઈ હતી.
આ બાબતે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તા.04 થી ઓક્ટોબરના રોજ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ દ્વારા સહકારી કાયદાની કલમ 78 અનુસંધાને નિયમોનુસારની ખાસ સાધારણ સભા કરવું સૂચનાઓ આપી હતી, કલમ 78 પ્રમાણે એક માસની અંદર બોલાવી પડે, અને સભા બોલાવામાં ચૂક કરે ત્યારે રજિસ્ટ્રાર હુકમ દ્વારા અધિકારી અથવા સભ્યને ત્રણ વર્ષની મુદત સુધી ગેરલાયક જાહેર કરી શકે તેવું પ્રાધાન્ય હોવા છતાં ખાસ સાધારણ સભા યોજવામાં આવી ન હતી,
તા. 19/12/2022 ના રોજ મંત્રી દૂધ ઉત્પાદક સહકારી મંડળીને ઉદ્દેશીને એક પત્ર લખી જણાવ્યું હતું કે 11 પૈકી વ્યવસ્થાપક સમિતિના નવ સભ્યો દ્વારા સહી કરી જણાવ્યું હતું કે મંડળીના જે તે સમયના મંત્રી તરફથી મંડળીની પૂરેપૂરી માહિતી સભ્યોને આપવામાં આવેલ નથી તથા વર્ષ 2021-22 ના વાર્ષિક હિસાબો અહેવાલ છપાયા બાદ વાર્ષિક હિસાબ અહેવાલની સાધારણ સભામાં બીજા સભાસદોને ખામીઓની જાણ કરી સાધારણ સભામાં મંજૂર થવા દીધેલ નથી,જેથી જિલ્લા રજીસ્ટર તાપીને વાર્ષિક સાધારણ સભાની મુદત માંગવામાં આવેલ હતી,
ત્યારબાદ પણ મંડળીની પૂરેપૂરી માહિતી બે મિટિંગમાં પણ અધુરી રાખી પૂરેપૂરો હિસાબ રજૂ કરેલ નથી, જેથી આ નવ સભ્યોથી ખાસ સાધારણ સભા બોલાવી શકાય તેમ ન હોવાથી તા. 19/12/2022 ના રોજ સામૂહિક રાજીનામાં ધરી દેવી રાજીનામા મંજૂર કરવા મંત્રીને જાણ કરવામાં આવી હતી, અન્ય સહકારી મંડળીઓમાં સભ્યો કે હોદ્દાઓ ધરાવતા મોભાદાર વ્યક્તિઓના દૂધ મંડળીમાં રાજીનામા આપવા પાછળ લોકોમાં અનેક તર્ક ઉભા થયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500