Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભક્તોની સૌથી વધુ ભીડ ગંગા સપ્તમી પરની ટિહરી અને ઉત્તરકાશી જિલ્લામાં જોવા મળી

  • May 14, 2024 

ઉત્તરાખંડની વિશ્વ પ્રસિદ્ધ ચારધામ યાત્રા 2024 હર્ષોલ્લાસ સાથે શરૂ થઈ ગઈ છે. દેશભરમાંથી શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. આ વખતે યમુનોત્રી અને ગંગોત્રી ધામમાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા ગત વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. તો બીજી તરફ મંદિર સમિતિએ પણ ભક્તોની ભીડના ધ્યાને રાખી મોડી રાત સુધી મંદિર ખુલા રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ભીડ પર કાબુ મેળવવા પોલીસને પણ પરસેવો છુટી ગયો છે. આ કારણે પોલીસે લોકોને હાલ યમુનોત્રી ન આવવા અપીલ કરી છે. આ ઉપરાંત ગંગા સપ્તમી પર પણ મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે.


ભીડ વધતા પોલીસ પણ ખડેપગે ઉભી રહી સતત સુરક્ષા-વ્યવસ્થાના તમામ પ્રયાસો કરી રહી છે તેમજ કેટલાક સ્થળોએ તો ભીડને કાબુમાં લેવામાં પોલીસને પરસેવો પણ છુટી ગયો છે. આ વખતની ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓ સંખ્યાને જોતા ગત વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. લગભગ 6 કિલોમીટર પગપાળાથી દૂર યમુનોત્રી ધામમાં પણ શ્રદ્ધાળુઓના ઘોડાપુરનો રેકોર્ડ સર્જાયો છે. યમુનોત્રી ધામમાં 28 મે 2023ના રોજ સૌથી વધુ 12045 શ્રદ્ધાળુઓએ દર્શન કરી ગત વર્ષોના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. જોકે આ વર્ષે 12148 ભક્તોએ યમુનોત્રીમાં દર્શન કરી નવો રેકોર્ડ સર્જોય છે.


હાલ યમુનોત્રીમાં ભક્તોની ભીડને કાબુમાં લેવા માટેનો સિલસિલો યથાવત્ છે. ભક્તોને કોઈપણ અગવડતા ઉભી ન થાય તે માટે વહીવટી તંત્રએ બેરિયર અને ગેટ સિસ્ટમની શરૂઆત કરી દીધી છે. તો બીજી તરફ યમુનોત્રીના ભક્તોએ ગંગોત્રી ધામ તરફ પ્રયાણ કરતા ત્યાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે. ગંગોત્રીમાં બે દિવસમાં રેકોર્ડ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. તારીખ 29 મે 2023ના રોજ યમુનોત્રી બાદ ગંગોત્રીમાં એક દિવસમાં રેકોર્ડ 13670 શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા, જ્યારે આ વર્ષે આ આંકડો 18973 પર પહોંચી ગયો છે. એટલે કે બહોળી સંખ્યામાં ઉમટેલા ભક્તોએ ગત વર્ષોના તમામ રેકોર્ડો તોડી નાખ્યા છે. ભક્તોનો સૌથી વધુ ભીડ ગંગા સપ્તમી પરની ટિહરી અને ઉત્તરકાશી જિલ્લામાં જોવા મળી રહી છે.


જેને કાબુમાં લેવા માટે વહિવટી તંત્ર અને પોલીસને પરસેવો છુટી ગયો છે. ઉત્તરાખંડમાં અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસે કેદારનાથ ધામની સાથે યમુનોત્રી ધામના કપાટ ખુલ્યા હતા. ત્યારબાદ હજારો ભક્તો અહીં પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં વહીવટી તંત્રની ચિંતા વધી ગઈ છે કારણ કે ક્ષમતા કરતા વધુ શ્રદ્ધાળુઓ આવવાના કારણે લોકોના જીવ પર જોખમ વધી ગયું છે. હાલ યમુનોત્રીમાં ભક્તોની ભારે ભીડ થઈ હતી. એવામાં પોલીસે લોકોને હાલ યમુનોત્રી ન આવવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, યમુનોત્રી ધામમાં દર્શન કરવા માટે ઉમટી રહેલી શ્રદ્ધાળુઓની ભીડને કારણે લગભગ પાંચથી 6 કિલોમીટરના ચાલવાના માર્ગ કે જે ખૂબ જ સાંકડો છે ત્યાં અકસ્માતનો ભય રહે છે.


જિલ્લા અધિકારી ડૉ.મેહરબાન સિંહ બિષ્ટે કહ્યું કે, યમુનોત્રી ધામમાં ગેટ સિસ્ટમ શરૂ કરાયા બાદ તમામ ટ્રાફિક ગંગોત્રી માર્ગ તરફ ડાયવર્ટ થઈ ગયો છે. આ કારણે રસ્તાઓ પણ ઘણી બસો ફસાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. ગંગોત્રીમાં ભારે ભીડ સર્જાતા ભક્તોને મોડી રાત સુધી દર્શન કરવા દેવાયા છે. યાત્રાના માર્ગ પર અધિકારીઓ અને કર્મચારીઓને પણ તહેનાત કરાયા છે. આ ઉપરાંત ભક્તોને ભોજન, પાણી, મેડિકલ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા પણ આદેશ અપાયા છે. હાલ બંને ધામોમાં ભારે ભીડ જોવા મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application