અમદાવાદ ટ્રાફિક પોલીસે સોશિયલ મીડિયા પર લાઈક્સ મેળવવા માટે બાઇક પર સ્ટંટ કરીને અલગ-અલગ રીલ બનાવતા યુવકો સામે કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે સોશિયલ મીડિયા પર બાઈકના સ્ટંટની વિવિધ પોસ્ટ કરતા બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ સોશિયલ મીડિયા પર બાઇક કે અન્ય વાહનો પર સ્ટંટ કરતા યુવાનોના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત નજર રાખી રહી છે. જેમાં છેલ્લા બે માસ દરમિયાન અનુપમ બ્રિજ, ખોખરા, રખિયાલ વિસ્તારમાંથી બાઇક પર નિયમિત રીતે સ્ટંટ પોસ્ટ કરવામાં આવતા હતા. જેના આધારે એકાઉન્ટ આઈડી વેરીફાઈ અને ચેક કરવામાં આવ્યું હતું. જેમાં ટુ વ્હીલર માલિક અબ્દુલ વાહીદ અન્સારીની વાહન નંબરના આધારે પૂછપરછ કરવામાં આવી હતી. જેમણે કહ્યું કે, શબાન અંસારી અને અયાન અંસારી તેમના ટુ વ્હીલર ચલાવતા હતા અને સ્ટંટ કરતા હતા અને રીલ બનાવતા હતા. જેના આધારે ટ્રાફિક પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટ્રાફિક પોલીસે છેલ્લા બે મહિના દરમિયાન બાઇક પર સ્ટંટ કરીને રીલ લગાવનાર બે યુવકો સામે ગુનો નોંધ્યો છે. સાથે જ ટ્રાફિક પોલીસ સોશિયલ મીડિયા પર સતત નજર રાખી રહી છે. તેવી જ રીતે આવા ગુનામાં ચાલક સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. (ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application