ગુજરાતમાં નાગરિકોને કોઈને કોઈ સમસ્યાઓ હોય છે.પરંતુ નિરાકરણ આવતુ નથી. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી સાથે સીધો સંપર્ક કરી શકાય તે માટે CMO દ્વારા નંબર જાહેર કરવામાં આવ્યો છે. હવે મુખ્યમંત્રીને સીધી ફરિયાદ કરી શકાશે.સીએમઓમાં સંપર્ક કરવા માટે વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી કાર્યાલય સોશિયલ મીડિયા સાથે જોડાશે. મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાવા વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે.વોટ્સએપના માધ્યમથી મુખ્યમંત્રી કાર્યાલયમા સંપર્ક કરી શકાશે.મુખ્યમંત્રી કાર્યાલયમા સંપર્ક, અરજી, ફરિયાદ સહીતની બાબતો પર વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે.
આ વોટ્સએપ નંબરના માધ્યમથી મુખ્યમંત્રી કાર્યાલયમા કોઈ પણ સંપર્ક કરી શકે છે. સીએમ દ્વારા 7030930344 વોટ્સએપ નંબર જાહેર કરાયો છે.કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરિયાદ સહિતની બાબતો પર વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે.એટલુ જ નહિ, આ નંબર પર સંપર્ક કરવાથી તમને જવાબ પણ મળશે.મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સએપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500