વરસાદને કારણે ઉપરવાસમાં જમા થયેલા પાણીમાં સતત વધારો થતા ઉકાઈ ડેમના દરવાજા ખોલી ડેમમાંથી ૧ લાખ ૨૫ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, આ સાથે મહારાષ્ટ્રના પ્રકાશા ડેમમાંથી ૧૧ દરવાજા ફૂલ ઓપન કરી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી હજૂ પણ ઉકાઈ ડેમમાં વધુ પાણી આવશે.
સવારે ૧૦ કલાકે ઉકાઇ ડેમમાં ૧ લાખ ૫૭ હજાર કયુસેક પાણીની આવક નોંધાઈ છે.
ઉપરવાસમાં છેલ્લા એક અઠવાડિયામાં અવિરત વરસાદ વરસ્યો છે.તેને લઈને ઉકાઈ ડેમની જળ સપાટી ઉપર આવી છે. દક્ષિણ ગુજરાતનું પાણી સ્ત્રોત ઉકાઈ ડેમ છે. આજે તા.૧૮મી ઓગસ્ટ નારોજ સવારે ૧૦ કલાકે ઉકાઇ ડેમમાં ૧ લાખ ૫૭ હજાર કયુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમની જળસપાટી ૩૩૫.૬૫ ફૂટ પર પહોંચી છે. ડેમના ૧૦ દરવાજા ૬ ફૂટ ખોલી ૧ લાખ ૨૫ હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
પ્રકાશા ડેમની સપાટી આજે સવારે ૯ કલાકે ૧૦૭.૨૦૦ મીટર નોંધાઈ
મહારાષ્ટ્રમાં સતત ભારે વરસાદને પગલે મહારાષ્ટ્રના પ્રકાશા ડેમની સપાટી આજે સવારે ૯ કલાકે ૧૦૭.૨૦૦ મીટર નોંધાઈ છે, ડેમના ૧૧ દરવાજા ફૂલ ઓપન કરી ૧ લાખ ૧૭ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેને લીધે આ પાણીનો જથ્થો આગામી થોડા કલાકોમાં ઉકાઈ ડેમમાં પહોંચશે.
હથનુર ડેમની સપાટી આજે સવારે ૧૦ કલાકે ૨૦૯.૭૭૭ મીટર નોંધાઈ છે,
આજ રીતે પ્રકાશા ડેમના ઉપરવાસમાં તાપી નદી પર આવેલા હથનુર ડેમની સપાટી આજે સવારે ૧૦ કલાકે ૨૦૯.૭૭૭ મીટર નોંધાઈ છે, ડેમના ૧૪ દરવાજા ફૂલ ઓપન કરી ડેમમાંથી ૩૯ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આમ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમની જળસપાટીમાં મોટો વધારો નોંધાશે. હાલ ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. હવે પ્રકાશા ડેમનું વધુ પાણી ઉકાઈ ડેમમાં આવશે. જેથી ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધુ વધારો થશે. આ કારણોસર તાપી નદીના કાંઠા વિસ્તારના ગામોએ સાવેચત રહેવાની જરૂર છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500