સુરત જિલ્લાનાં કામરેજના આંબોલી ગામની સીમમાં આવેલી સહકાર ટાઉનશિપ વિંગ એ-૧ ફ્લેટ નં.૪૦૪માં રહેતો સાહીલ અમીન સૈયદ નામનો ઇસમ બહારથી કેટલાક ઈસમોને પોતાના ફ્લેટ પર બોલાવી ગંજીપાનાનો જુગાર રમાડતો હોવાની કામરેજ પોલીસને બાતમી મળી હતી.
આમ, પોલીસે આ ફ્લેટમાં દરોડો જુગાર રમી રહેલા ૧૦ શખ્સોને ઝડપી ૧,૫૨,૨૬૦ રોકડા, ૧.૪૮ લાખની કિંમતના ૯ મોબાઈલ ફોન મળી પોલીસે કુલ ૩,૦૦,૨૬૦/- રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે જુગારીઓ ઈકબાલ રમજુ જેઠવા, અસ્ફાક યુસુફ મંસુરી, મહમદ સાકીર ઉસ્માનગની મંસુરી, આસીફ ઇસ્માઇલ બમાણી, મુસ્તાક ફારૂક સરતાન, સબિર સતાર મંસુરી, અનવર ઇષા મંસુરી, ઈકબાલ ઝુસબ મંસુરી, ભરતસિંહ મેઘા ઝાલા અને અસ્લમ ઓસ્માન મંસુરીની કામરેજ પોલીસે ધરપકડ કરી હતી. તેમજ સાહીલ અમીન સૈયદને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500