અરુણાચલ પ્રદેશનાં તવાંગ ક્ષેત્રમાં ચીની સૈન્ય સાથેની અથડામણ બાદ ભારતીય સેનાનાં પૂર્વીય કમાન્ડના ચીફ લેફ્ટનન્ટ જનરલ આર.પી.કલિતાએ કહ્યું કે, આપણા દેશની સુરક્ષા માટે સેના હંમેશા તૈયાર છે. ચીનની સૈન્યએ LAC પાર કરી લીધું હતું તેના લીધી અથડામણ થતા બંને પક્ષના સૈનિકોને થોડી ઘણી ઈજાઓ પહોંચી છે. તેમજ હવે ત્યાંની સ્થિતિ નિયંત્રણમાં થઇ ગઈ છે. પૂર્વીય કમાન્ડનાં વડા કલિતાએ કહ્યું કે, એક સૈનિક તરીકે અમે હંમેશા દેશની રક્ષા માટે તૈયાર છીએ, પછી તે શાંતિનો સમય હોય કે સંઘર્ષનો સમય હોય. આપણું મૂળ કામ દેશની સરહદને કોઈપણ વિદેશી કે આંતરિક ખતરાથી અકબંધ રાખવાનું છે.
CDS જનરલ અનિલ ચૌહાણ, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, વાયુસેનાનાં વડા એર ચીફ માર્શલ વી.આર.ચૌધરી અને ભારતીય નૌકાદળનાં વાઇસ ચીફ વાઇસ એડમિરલ એસ.એન.ઘોરમાડેએ વિજય દિવસના અવસરે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ નેશનલ વોર મેમોરિયલ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએઆજે કહ્યું કે, દેશ 1971નાં યુદ્ધ દરમિયાન દેશની સશસ્ત્ર દળોની અસાધારણ બહાદુરીને કૃતજ્ઞતા સાથે યાદ કરે છે. તેમની અપ્રતિમ હિંમત અને બલિદાનની વાર્તાઓ દરેક ભારતીયને પ્રેરણા આપે છે.
પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરી કહ્યું કે, વિજય દિવસ પર, હું તે તમામ બહાદુર સશસ્ત્ર દળોના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જેમણે 1971નાં યુદ્ધમાં ભારતને અસાધારણ જીત હાંસલ કરવાની ખાતરી આપી. દેશને સુરક્ષિત અને સુરક્ષિત રાખવામાં તેમની ભૂમિકા માટે આપણું રાષ્ટ્ર સશસ્ત્ર દળોનું હંમેશા ઋણી રહેશે. 1971નાં યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની જીતની યાદમાં વિજય દિવસ ઉજવવામાં આવે છે. આ પછી જ બાંગ્લાદેશ એક સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યું. અગાઉ તે પાકિસ્તાનનો ભાગ હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500