ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઇડ સંઘ દ્વારા વર્ષ 2023-24 અને 2024-25માં રાજ્યપાલ એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના 21 જિલ્લાના સ્કાઉટ ગાઇડને તા.31માર્ચના રોજ રાજભવન ખાતે મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત સાહેબના અધ્યક્ષ સ્થાને અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ગુજરાત સ્કાઉટ ગાઇડ સંઘના પ્રમુખ નીતિનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવ્યાં હતાં. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને જનરલ સેલ્યુટ દ્વારા કરવામાં આવી. ઉપસ્થિત મહેમાનોને સ્કાર્ફ,સ્મૃતિ ભેટ અને મોમેન્ટ દ્વારા આવકારવામાં આવ્યા.
રાજ્યના ચીફ કમિશનર સવિતાબેન પૂજારાએ સૌનું સ્વાગત કર્યું. ત્યારબાદ માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત સાહેબના હસ્તે રાજ્યપુરસ્કાર એવોર્ડ એનાયત કરી બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સુરત જિલ્લા ગ્રામ્ય વિસ્તાર ભારત સ્કાઉટ ગાઇડ સંઘના 2023-24 અને 2024-25ના 2 વર્ષ મળી કુલ-43 બાળકોએ રાજ્ય પુરસ્કાર પરીક્ષા પાસ કરી હતી જે સૌના પ્રતિનિધિ તરીકે 1સ્કાઉટ (કુમાર) અને 9 ગાઇડ (કન્યા) તેમજ 2 ગાઇડ કેપ્ટન (શિક્ષકો) સદર સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં સ્કાઉટ ક્રિશ પટેલ (પ્રાથમિક વિદ્યામંદિર પુના) ગાઇડ દ્રષ્ટિ ચૌધરી, સૃષ્ટિ બોદર, ફોરમ પટેલ, અવંતિકા ચૌધરી, જીમાલી ચૌધરી, અદિતિ વસાવા (અસ્તાન કન્યા વિદ્યાલય બારડોલી), રિયાકુમારી હળપતિ અને નવ્યા પટેલ (પ્રાથમિક વિદ્યામંદિર પુના)તેમજ ગાઇડ કેપ્ટન શિક્ષક તરીકે પ્રગ્નાબેન ચૌધરી અને કાજલબેન ચૌધરી (અસ્તાન કન્યા વિદ્યાલય બારડોલી) રાજભવન ખાતે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય પુરસ્કાર એવોર્ડ સિદ્ધ કરવામાં ઉત્સાહી જિલ્લા મંત્રી અને સુરત જિલ્લા પંચાયત કો.ઓપ.સભ્ય પ્રેમકુમાર ગોસ્વામી, ગાઇડ કમિશનર પ્રગ્નાબેન ચૌધરી તેમજ પુના શાળાના આચાર્ય શાંતિલાલ ચૌધરીનો વિશેષ સહયોગ મળ્યો હતો. આ તબક્કે તમામ બાળકોને સુરત જિલ્લા સ્કાઉટ ગાઇડ સંઘના ચીફ કમિશનર માનસિંહભાઈ પટેલ સાહેબે સન્માનિત બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500