તાપી જિલ્લાનાં છેવાડાનાં નિઝર તાલુકાનાં કાવઠા ગામે આવેલ અલ્પેશભાઈ બાબુભાઈ પંચોલીની લીઝ પાસે અધિકારીઓનાં કાયદેસરની ફરજમાં રૂકાવટ કરનાર ટ્રક ચાલક સહીત બે જણા સામે નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, નિઝરનાં પ્રાંત કચેરીમાં ફરજ બજાવતા શ્રેયસ નવીનભાઈ ગામીત ગત તારીખ ૨૦/૦૩/૨૦૨૫ નારોજ સાંજનાં સમયે શીરેસ્તેદાર આઈ.બી.પાડવી તથા પ્રાંત અધિકારી ઓમકાર શિંદે સાથે નિઝર વિસ્તારમાં આવેલી રેતી લીઝ ધારકોની તપાસણી અર્થે સરકારી ગાડીમાં વેલદા ટાંકી થઈને કાવઠા ખાતે ગયા હતા.
તે સમયે અલ્પેશભાઇ બાબુભાઈ પંચાલની રેતીની લીઝના સ્થળેથી બે રેતી ભરેલ વાહનો પસાર થતા હતા. જેની રોયલ્ટી ચેક કરવા અધિકારીએ સુચન કરતા બંને વાહનોને હાથનો ઈશારો કરી ઉભી રાખવામાં આવી હતી. જ્યાં ટ્રક નંબર DD/01/L/9571માં ઓવરલોડ રેતી ભરેલ હતી. જેના ચાલકને વજન કાંટા પર લઈ તેમાં રહેલી રેતીનું વજન કરવા જણાવતા ડ્રાઇવરે ટ્રકમાંથી રેતી ખાલી કરી કર્મચારીનાં સુચનાનું પાલન ન કરી ગાળાગાળી કરી હતી અને ડ્રાઈવરે ટ્રકમાં રહેલ પાઈપ કાઢી માર મારવાની ધમકી આપી હતી. જયારે ટ્રક માલિક નામ પણ જણાવતા ન હોય તે સમયે એક ફોર વ્હીલમાં આવેલ ઇસમે ટ્રકને લઈને નાસી જવા ડ્રાઈવરને જણાવ્યું હતું. ત્યારબાદ ટ્રક ચાલક ટ્રક લઈને ચાલ્યો ગયો હતો. આમ, કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી સ્થળ પરથી સ્થળ પરથી ટ્રક લઈ નાસી જવા બાબતે ટ્રક ચાલક, એક અજાણ્યો ઈસમ તથા ટ્રક માલિક યોગેશ ચૌધરી સામે તારીખ ૦૮/૦૪/૨૦૨૫ નારોજ નિઝર પોલીસ ગુન્હો નોંધવામાં આવતાં પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application