કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડના વૈજ્ઞાનિકો દ્વારા જીવામૃત, ઘનજીવામૃત બનાવવાની તાલીમ અપાઈ કૃત્રિમ ખાતર તથા જંતુનાશક દવાઓના આડેધડ ઉપયોગને પરિણામે જમીન, પર્યાવરણ, પાક અને સમગ્ર સજીવ સુષ્ટિમાં અસંતુલિતતા આવી છે. ખેતીમાં રાસાયણિક અને ઝેરી દવાઓને કારણે જમીન, પાક અને પર્યાવરણને થતા નુકસાનથી વણસી રહેલી સ્થિતિને સુધારવા તેમજ લોકોને નિરોગી અને તંદુરસ્ત સ્વાસ્થ્ય મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા ભારપૂર્વક આહ્વાન કરાઈ રહ્યું છે.
ત્યારે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રોજેક્ટ આઉટ સ્કેલિંગ ઓફ નેચરલ ફાર્મિંગ થ્રુ કેવીકે અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ દ્વારા પ્રાકૃતિક ખેતી માટે એક દિવસીય તાલીમ યોજાઈ હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિસ્તરણ વિષય નિષ્ણાંત હર્ષદ એમ વસાવાએ વાલીયા તાલુકા અને નેત્રંગ તાલુકાની ૧૦૦ વધુ ખેડૂત બહેનોને પ્રાકૃતિક ખેતી વિષે વિગતવાર માહિતી આપી તેમજ જીવામૃત, ઘનજીવામૃત બનાવવાની તાલીમ આપી અને સાથે દશપર્ણી અર્ક નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર જે રોગ જીવાત નિયંત્રણ માટેના આયામો બનાવવાની પણ તાલીમ આપી હતી. આ તકે, સંકલ્પ પણ લેવાયો હતો કે, વધુ પડતા રાસાયણિક ખાતરો અને જતુંનાશક દવાઓનો ઉપયોગથી જળ, જમીન, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય પર ગંભીર અસરો સર્જાય રહી છે તેમજ ખેતી ખર્ચ પણ વધારો થઈ રહ્યો છે તેને રોકવા માટે પ્રાકૃતિક કૃષિનો પ્રચાર પ્રસાર થાય તેમજ આજુબાજુના અન્ય ખેડૂતોને પણ તેઓ માર્ગદર્શન આપી પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500