સુરત જિલ્લાનાં માંગરોળનાં સિયાલજ નેશનલ હાઈવે પર પ્લાસ્ટીકનાં દાણા ભરીને પસાર થઇ રહેલી ટ્રકમાં લાગેલી ભીષણ આગનાં પગલે હાઈવે પર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, માંગરોળ સિયાલજ ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર ૪૮ પર પ્લાસ્ટિકનાં દાણા ભરીને પસાર થઈ રહેલી ટ્રકનાં ટાયરમાં અચાનક આગ લાગી હતી.
જોકે આખે આખી ટ્રક આગની ઝપેટમાં આવીને ખાક થઇ ગઇ હતી. જેને કારણે નેશનલ હાઈવે નંબર ૪૮નો અમદાવાદથી મુંબઇ તરફનો માર્ગ બ્લોક થઈ ગયો હતો. જયારે ચાલક સમય સુચક્તા વાપરી ટ્રકની બહાર નિકળી જતા આબાદ બચાવ થયો હતો. આગ અંગે કોસંબા પોલીસ અને ફાયર બ્રીગેડને જાણ કરવામાં આવી હતી. કોસંબા પોલીસનો કાફલો બનાવના સ્થળે પહોંચી હાઈવે પર એકત્રીત થયેલા ટોળાને ખસેડી ફાયર ફાયટરોની ટીમને જવા માટે રસ્તા ખુલ્લા કર્યા હતા. ફાયર ઓફિસરની ફાયર ફાઈટરની ટીમોએ સતત પાણીનો મારો ચલાવી કલાકોની ભારે જહેમતનાં અંતે આગ પર કાબુ મેળવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application