મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાનાં ઉચ્છલ તાલુકાના મીરકોટ ગામે બસ સ્ટેશન પાસે પોતાના ક્લીનિકમા એક બોગસ ડોકટરને ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તાપી એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસો ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમા બોગસ ડોક્ટરોને પકડવા પેટ્રોલિંગમા હતા.
તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી કે, ઉચ્છલ તાલુકાનાં મીરકોટ ગામે બસ સ્ટેશન પાસે પોતાના ક્લીનિકમા એક બોગસ ડોકટર, રાવસાહેબ રધુનાથ બોરાણે (હાલ રહે.સોનગઢ શક્તિ નગર, મૂળ રહે.ઉમરડેખુર્દ ગામ, મરાઠે ફનીયું, તા.જિ.નંદુરબાર)નો કોઇ પણ પ્રકારની ડિગ્રી/પ્રમાણપત્ર વગર ગેરકાયદેસર રીતે બિમાર દર્દીઓને એલોપેથિક દવાઓ આપી મેડીકલ પ્રેકટીસ કરે છે અને હાલમાં પણ તેની પ્રવૃતિ ચાલુ છે જેથી ભડભુંજા પી.એચ.સી.ના મેડીકલ ઓફીસરને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા બોગસ ડોક્ટર રાવસાહેબ રધુનાથ બોરાણે નાંને અલગ-અલગ એલોપેથીક દવાઓ તથા મેડીકલને લગતુ સામાન જેની કુલ કિંમત રૂપિયા ૬,૧૨૭/-નાં મુદામાલ સાથે ઝડપી પાડી બોગર ડોકટરનાં વિરૂધ્ધમાં ઉચ્છલ પોલીસ સ્ટેશન તથા ગુજરાત મેડીકલ પ્રકટીશનર એક્ટ કલમ ૩૦ મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
જયારે બીજા બનાવમાં સોનગઢ તાલુકાનાં ઉકાઈ વર્કશોપ માંથી એક બોગસ ડોક્ટરને પોલીસે ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તાપી એસ.ઓ.જી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૦૧/૦૨/૨૦૨૫ નારોજ ઉકાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકિકત મળી હતી કે, ઉકાઇ વર્કશોપમાં એક બોગસ ડોકટર કોઇ પણ પ્રકારની ડિગ્રી/પ્રમાણપત્ર વગર ગેર કાયદેસર રીતે આજુબાજુનાં ગામમાંથી આવતા બીમાર દર્દીઓની એલોપેથિક દવાઓ આપી સારવાર કરતા હોવાની બાતમી મળી હતી અને હાલમાં પણ તેની પ્રવૃતિ ચાલુ છે.
જે બાતમીના આધારે જગ્યાએ રેઇડ કરી આરોપી સુનીલભાઈ નથ્થુભાઇ ભંડારી (ઉ.વ.પર., હાલ રહે.સોનગઢ, શકિતનગર, મુળ રહે.સડવેલ પખરૂનગામ, તા.સાક્રી, જિ.ધુલીયા, મહારાષ્ટ્ર)નાઓ પાસેથી એલોપેથિકની અલગ-અલગ દવાઓ તથા મેડીકલને લાગતો સામાન જેની કિંમત રૂપિયા ૧૨,૫૩૪/-નો મુદામાલ સાથે ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500