મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ભારતીય વાયુસેના હેલિકોપ્ટરે ઈમરજન્સી લેન્ડિંગ કરવી પડી હતી. ભોપાલથી આશરે 60 કિલોમીટર દૂર એક ખેતરમાં ટેક્નિકલ ખામીને લીધે હેલિકોપ્ટરની ઈમરજન્સી લેન્ડિંગ કરાવાઈ હતી. તેમાં 6 જવાનો સવાર હતા. જેઓ હવે સુરક્ષિત છે. ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરે બૈરસિયાના ડુંગરિયા ગામમાં બનેલા એક ડેમ નજીક લેન્ડિંગ કર્યું હતું. ગામના લોકોનું કહેવું છે કે, હેલિકોપ્ટર ડેમની આજુબાજુ ચક્કર લગાવી રહ્યું હતું. તેના પછી તે ખેતરમાં ઉતરી ગયું. ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. ગામના લોકોની ભીડ પણ એકઠી થઈ રહી છે. અગાઉ મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં એરફોર્સના અપાચે હેલિકોપ્ટરે ઈમરજન્સી લેન્ડિંગ કરવી પડી હતી. આ લેન્ડિંગ નયાગાંવ પોલીસ સ્ટેશનની હદમાં જખમૌલી ગામમાં સિંધ નજીક કરાઈ હતી. એરફોર્સે જણાવ્યું હતું કે, રુટિન ઓપરેશનલ ટ્રેનિંગ દરમિયાન ઈમરજન્સી લેન્ડિંગ કરવી પડી હતી. ત્યારે પણ બંને પાઈલટ અને હેલિકોપ્ટર સુરક્ષિત બચી ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application