એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓનલાઈન સટ્ટાબાજીના વ્યવસાય સાથે સંબંધિત મહાદેવ બેટિંગ એપ કેસમાં આજે ફરી મોટી કાર્યવાહી કરવા જઈ રહી છે. આ કેસમાં બોલિવુડના અનેક સ્ટાર્સના નામ સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, આજે લગભગ અડધો ડઝન સ્થળોએ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ સર્ચ ઓપરેશન છત્તીસગઢ, મુંબઈ અને દિલ્હીમાં અલગ-અલગ લોકોશન પર ચાલી રહ્યું છે. આ કેસમાં જે મોટી વાત સામે આવી છે તે એ છે કે, મહાદેવ બેટિંગ એપ બિઝનેસ સાથે જોડાયેલા ઘણા આરોપીઓનું કનેક્શન દુબઈ સાથે છે.
આની સાથે સબંધિત મામલે જ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મહાદેવ બેટિંગ એપ કેસ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે બોલીવુડ અભિનેતા રણબીર કપૂર, કપિલ શર્મા અને શ્રદ્ધા કપૂર જેવી ફિલ્મી હસ્તીઓને કેન્દ્રીય તપાસ એજન્સી EDએ સમન્સ પાઠવ્યુ અને તેમને પૂછપરછ માટે બોલાવ્યા. EDની રડાર પર રણબીર કપૂર, કપિલ શર્મા, હુમા કુરેશી, હિના ખાન ઉપરાંત તેમાં આતિફ અસલમ, રાહત ફતેહ અલી ખાન, અલી અસગર, વિશાલ દદલાની, ટાઈગર શ્રોફ, નેહા કક્કર, ભારતી સિંહ, એલી અવરામ, સની લિયોન, ભાગ્યશ્રી, પલકિત સમ્રાટ, કીર્તિ ખરબંદા, નુસરત ભરૂચા અને કૃષ્ણા અભિષેક પણ સામેલ છે. મહાદેવ ગેમિંગ એપ એક ઓનલાઈન સટ્ટાબાજીનું પ્લેટફોર્મ છે. આ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરના લગ્ન ફેબ્રુઆરીમાં સંયુક્ત અમીરાતમાં થયા હતા. લગ્નમાં 200 કરોડથી વધુનો ખર્ચ કરાયો હતો. આ આલીશાન લગ્નનો વીડિયો ભારતીય એજન્સીઓના હાથે લાગ્યો છે. લગ્નમાં પરફોર્મ કરવા માટે જેટલા પણ સેલેબ્સને બાલાવાયા હતા તે પણ હવે EDનાં રડાર પર આવી ગયા છે. યુએઈમાં એપના પ્રમોટરના લગ્ન તથા સક્સેસ પાર્ટીમાં હાજરી આપનારા અભિનેતા અને સિંગર્સની પણ ઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500