અતિક અહેમદ અને તેના ભાઈ અશરફના મૃતદેહને રવિવારે કસારી મસારી કબ્રસ્તાનમાં દફનવવામાં આવ્યા હતા. શનિવારે રાત્રે આ બંને માફિયાની હત્યા થઈ હતી અને આજે રવિવારે બપોરે તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. અતિકના દીકરા એહજામ અને અબાન મૃતદેહ સાથે કબ્રસ્તાન પહોંચ્યા હતા. આ સાથે જ અશરફની પત્ની, બહેન તેમજ બંને દીકરીઓ કબ્રસ્તાનમાં હાજર રહી હતી.
અતિક અને અશરફની દફનવિધિ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કબ્રસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ સાથે જ કબ્રસ્તાનમાં પરિવારના સભ્યો તેમજ નજીકના સગા સિવાય કોઈ અન્યને પ્રવેશ આપવામાં આવ્યો નથી
કસારી મસારી કબ્રસ્તાનમાં અતિકના બંને નાના દીકરા એહેજમ અને અબાન મૃતદેહ લઈને આવ્યા હતા. આ સાથે જ અશરફની પત્ની અને તેની દીકરીઓ પણ કબ્રસ્તાનમાં આવ્યા હતા. આ હત્યાકાંડ બાદ ફરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે જનાઝામાં માત્ર પરિવારના સભ્યોને જ હાજર રહેવા મંજૂરી આપી હતી.
દફનવિધિમાં અતિક અહેમદની પત્ની સાઇસ્તા હજાર રહેશે કે કેમ તે અંગે હજુ પણ સસ્પેન્સ રહ્યું હતું. પોલીસે પણ આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. અતિક અહેમદની પત્ની સાઇસ્તા પણ વોંટેડ છે. કબ્રસ્તાનની બહાર પણ લોકોની ભારે ભીડ જમા થઈ છે અને અંદર જવા માટે અમુક લોકોએ પોલીસ સાથે ઝગડો પણ કર્યો હોવાના અહેવાલ છે. આ દરમિયાન પોલીસ બુરખામાં આવેલી મહિલાઓ પર ખાસ નજર રાખી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500