Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

છત્તીસગઢમાં નક્સલી અને પોલીસ વચ્ચે અથડામણ : ત્રણ નક્સલીઓ માર્યા ગર્યા

  • August 29, 2024 

છત્તીસગઢમાં જવાનો મારફત સતત ચાલી રહેલા એન્ટી નક્સલ ઓપરેશનથી માઓવાદીનો આંતક કાબુમાં લેવા પ્રયાસ થઈ રહ્યો છે. આજે નારાયણપુર અને કાંકેર બોર્ડર પર નક્સલી અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ત્રણ નક્સલીઓ માર્યા ગયા હોવાનો અહેવાલ મળ્યા છે. આ અથડામણમાં નારાયણપુર એસપી પ્રભાત કુમારે ખાતરી કરી છે, પોલીસે નારાયણપુરમાં અબૂઝમાડ ખાતે મોટાપાયે નક્સલીઓ વિરૂદ્ધ ઓપરેશન હાથ ધર્યુ હતું.


જ્યાં છુટાછવાયા ફાયરિંગ જારી છે. ઘટના પર તમામ જવાન સુરક્ષિત હોવાના અહેવાલો મળ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં નક્સલવાદ અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે માર્ચ 2025 સુધીમાં દેશમાંથી નક્સલવાદ ખતમ થઈ જશે. નક્સલવાદ પર અંતિમ હુમલો કરવા માટે મજબૂત રણનીતિની જરૂર છે. નક્સલવાદીઓને હથિયાર નીચે મૂકવા અને આત્મસમર્પણ કરવા નિર્દેશ કર્યો હતો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, છત્તીસગઢમાં એક-બે મહિનામાં નવી સરેન્ડર પોલિસીની જાહેરાત કરવામાં આવશે. હાલ છત્તીસગઢ નક્સલવાદથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે.


છત્તીસગઢના 15 જિલ્લાઓ-બીજાપુર, બસ્તર, દંતેવાડા, ધમતરી, ગારિયાબંદ, કાંકેર, કોંડાગાંવ, મહાસમુંદ, નારાયણપુર, રાજનાંદગાંવ, મોહલ્લા-માનપુર-અંબાગઢ ચોકી, ખૈરગઢ-છુઈખાણ-ગંડઈ, સુકમા, કબીરધામ અને મુંગેલી નક્સલ પ્રભાવિત છે. 24 ઓગસ્ટે છત્તીસગઢમાં નક્સલવાદનો ઉકેલ લાવવા એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં તમામ રાજ્યોના ડીજી અને મુખ્ય સચિવોને પણ બોલાવવામાં આવ્યા હતા. આ બેઠકમાં અમિત શાહે કહ્યું હતું કે માર્ચ 2026 સુધીમાં નક્સલવાદને ખતમ કરી દેવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News