દિલ્હીમાં બાળ તસ્કરી કેસમાં CBIના દરોડા પાડ્યા છે. હોસ્પિટલમાંથી બાળકો ગુમ થવાની ઘટનાઓ વધતા CBI દ્વારા શંકાસ્પદ સ્થાનોની સઘન તપાસ કરવામાં આવી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ બાળ તસ્કરી કેસમાં દેશની રાજધાની દિલ્હીમાં જુદા-જુદા સ્થાનો પર દરોડા પાડ્યા છે. રાજધાનીની સાથે તપાસ એજન્સીએ NCRના કેટલાક વિસ્તારોમાં પણ દરોડા પાડ્યા છે. આ સમયગાળા દરમિયાન સીબીઆઈએ 7-8 બાળકોને બચાવ્યા છે જેઓ ખરીદ-વેચાણ કરી રહ્યા હતા. આ ગુનામાં સંડોવાયેલા કેટલાક લોકોની તપાસ એજન્સી દ્વારા અટકાયત પણ કરવામાં આવી છે.
બાળ તસ્કરીના કેસમાં આ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર CBI દ્વારા દરોડા બાદ જે લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં હોસ્પિટલના વોર્ડ બોય સહિત કેટલીક મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થાય છે. આ તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી આ કેસમાં વધુ માહિતી મેળવી શકાય. CBIએ શુક્રવારે દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં આ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન, ટીમે દિલ્હીના કેશવપુરમમાં એક ઘરમાંથી બે નવજાત બાળકોને બચાવ્યા હતા. પ્રાથમિક તપાસમાં નવજાત બાળકોના ખરીદ-વેચાણનો મામલો હોવાનું જણાય છે.
હાલમાં CBIની ટીમ બાળકો વેચનાર મહિલા અને તેને ખરીદનાર વ્યક્તિની પૂછપરછ કરી રહી છે. આ કેસમાં સીબીઆઈએ એક મહિલા સહિત કેટલાક લોકોની અટકાયત કરી છે, જેમની પૂછપરછ ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં દિલ્હીની હોસ્પિટલોમાંથી બાળકોના ગુમ થવાની માહિતી મળી હતી. આ પછી તપાસ એજન્સીને બાળકોના ખરીદ-વેચાણની માહિતી મળી. કહેવામાં આવી રહ્યું છે કે આ બંને બાબતોને એકસાથે જોડતા આ દરોડો પાડવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500