NEET UG પેપર લીક મામલે કાર્યવાહી કરતા CBIની ટીમે એક પત્રકારની પણ ધરપકડ કરી છે. હજારીબાગથી પત્રકાર જમાલુદ્દીનની ધરપકડ કરવામાં આવી છે. NEET પેપર લીક મામલે CBIની આ 5મી ધરપકડ છે. આ પહેલા CBIએ ઓએસિસ સ્કૂલ હજારીબાગનાં પ્રિન્સિપાલ એહસાન ઉલ હક, વાઈસ પ્રિન્સિપાલ ઈમ્તિયાઝ આલમ, મનીષ અને આશુતોષની ધરપકડ કરી હતી. પત્રકાર જમાલુદ્દીનકથિત રીતે ડો.હક અને આલમની મદદ કરી રહ્યો હતો. આ મામલે તપાસ દરમિયાન CBIની ટીમે પ્રિન્સિપાલ એહસાન ઉલ હક સાથે બે પત્રકારોનું કનેક્શન પણ ટ્રેક કર્યું હતું. એક પત્રકાર જમાલુદ્દીનની ધરપકડ કરી લેવામાં આવી છે.
સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ધરપકડ કરવામાં આવેલ પત્રકાર ઝારખંડનાં એક હિન્દી દૈનિક અખબાર સાથે સંકળાયેલો છે. સુત્રોએ જણાવ્યું કે, NEET પેપર લીક મામલે કેટલાક બીજા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ધરપકડ થવાની સંભાવના છે. પત્રકાર અને પ્રિન્સિપાલ વચ્ચે પેપર લીક અને NEET પરીક્ષા દરમિયાન સતત વાતચીત થતી હતી. અહેસાન ઉલ હકની કોલ ડિટેઈલના આધાર પર પત્રકારને CBI દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. CBIનું NEET કેસમાં ગુજરાતમાં 7 સ્થળો પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. CBIએ NEET પેપર લીક કેસની તપાસ સંભાળ્યા બાદ ઝડપી કાર્યવાહી કરી છે.
બિહારના ઈકોનોમિક ઓફેન્સ યુનિટ (EOU)એ પોતાની તપાસમાં હજારીબાગની જે ઓએસિસ સ્કૂલ સાથે પેપર લીકના તાર જોડ્યા હતા, તે લીડ પર કામ કરતા CBI સંજીવ મુખિયા ગેંગની સમગ્ર પ્લાનનો પર્દાફાશ કરવામાં વ્યસ્ત છે. CBI પહેલાથી જ સંજીવ મુખિયાના બે સ્પેશિયલ મેમ્બર ચિન્ટુ અને મુકેશને રિમાન્ડ પર લઈને પૂછપરછ કરી રહી છે. CBIને શંકા છે કે હજારીબાગની ઓએસિસ સ્કૂલમાંથી જ NEETનું પેપર લીક થયું હતું અને એહસાન-ઉલ-હક અને ઈમ્તિયાઝ આલમની તેમાં ભૂમિકા હતી. લીક થયા બાદ NEET પરીક્ષાનું પેપર માફિયા સંજીવ મુખિયા સુધી પહોંચ્યું હતું. જ્યાં સુધી ગોધરા મામલાનો સવાલ છે તો ગુજરાતના 7 સ્થળો અને અન્ય સ્થળોએ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સર્ચ ઓપરેશન એ લોકોના ઠેકાણા પર ચાલી રહ્યું છે જેઓ ષડયંત્રનો ભાગ હતા. તેમાં ગોધરા, ખેડા, આણંદ અને અમદાવાદ સામેલ છે. 4 જિલ્લાના 7 લોકેશન પર CBIનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500