Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભોપાલ-હઝરત નિઝામુદ્દીન ‘વંદે ભારત ટ્રેન’નાં C-14 કોચમાં આગ લાગી : તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા

  • July 17, 2023 

ભોપાલથી દિલ્હી જતી વંદે ભારત ટ્રેનમાં આગ લાગી ગઈ છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સવારે કુરવાઈ સ્ટેશન નજીક રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી નિઝામુદ્દીન જવા નીકળેલી ‘વંદે ભારત ટ્રેન’ની C14 કોચમાં બેટરીના કારણે આગ ફાટી નીકળી હતી. જોકે, કે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. રાણી કમલાપતિથી નિઝામુદ્દીન જઈ રહેલી ‘વંદે ભારત ટ્રેન’ના C-14 કોચમાં આગ લાગી હતી. ટ્રેન નંબર 20171 ભોપાલ-હઝરત નિઝામુદ્દીન વંદે ભારત સવારે 5.40 વાગ્યે રવાના થઈ હતી. ઘટના બીનાથી પહેલા બની હતી.



ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરના જણાવ્યા પ્રમાણે આગ બેટરીથી લાગી હતી. આગની જાણ થતાં જ ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા યાત્રીએ જણાવ્યું કે, C-14 કોચની નીચેથી જ્યાં મારી સીટ હતી ત્યાંથી આગનો અવાજ આવ્યો. તમામ મુસાફરો ભાગી ગયા હતા. જ્યારે ટ્રેન ઉભી રહી ત્યારે જોયું કે, બેટરી બોક્સમાં આગ લાગી હતી. ગાર્ડને જાણ કરતાં અમે તમામ મુસાફરો અમારી બેગ સાથે ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા. રાણી કમલાપતિ-નિઝામુદ્દીન-રાણી કમલાપતિ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન મધ્યપ્રદેશની પ્રથમ વંદે ભારત ટ્રેન છે. જોકે ચાર મહિના પહેલા 1 એપ્રિલનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને રાણી કમલાપતિથી લીલી ઝંડી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application