Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચનાં હાંસોટ ખાતે આયુષ વિભાગ દ્વારા આયુષ મેળોનું સફળ આયોજન કરાયું

  • February 27, 2023 

ગુજરાત રાજ્યના છેવાડાના માનવી સુધી આયુષની સેવાઓ પહોંચી શકે અને તે થકી પ્રજાજનોને સુખાયુ અને દિર્ઘાયુ પ્રાપ્ત થાય તે હેતુથી આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ “હરદિનહરઘરઆયુર્વેદ'' અભિયાન અંતર્ગત ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર તથા આયુર્વેદ શાખા – જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા માર્કેટિંગ યાર્ડલ હાંસોટ ખાતે આયુષ મેળાનું આયોજન કરવામા આવ્યુ હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં કરી ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામા આવ્યું હતું. જિલ્લા આયુર્વેદ અધિકારીએ આયુષમેળા વિશે લોકોને માહિતગાર કરી જિલ્લામાં આવેલા આયુર્વેદીક દવાખાનાનો પણ લાભલેવા અપિલ કરી હતી.






આ પ્રસંગે, અંકલેશ્વરના હાંસોટના ધારાસભ્યએ પ્રાસંગીક પ્રવચન આપતાં કહ્યું હતું કે, આપણા વડવાવો આયુર્વેદને અનુસરી રોગોની સારવાર કરતાં હતાં. હજુ પણ આદિવાસી વિસ્તારોમાં લોકો જંગલમાંથી મળતી જડીબુટ્ટીનો ઉપયોગ કરી રોગોનો ઉપચાર કરે છે. વધુમાં આપણા રસોડામાં વપરાતાં મસાલા પણ ઘરેલુ નુસખા તરીકે ઉપયોગી બને છે. ત્યારે દરેક ગામે-ગામ સુધી આયુર્વેદિક દવાઓના ફાયદા અને તેની વિવિધ પદ્ધતિઓનો વિશે લોકો સજાગ બને તે જરૂરી છે. તેને અપનાવે તેવાં પ્રયત્ન કરવા અપીલ કરી હતી.






વધુમાં, તેમણે જિલ્લામાં આવેલાં આયુર્વેદિક દવાખાનાનો લાભ લેવાનો અનુરોધ કરતાં કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિની દેન એવી આયુર્વેદ ચિકિત્સા પધ્ધતીઓ વિસરાતી જાય છે, ત્યારે ફરી તેને જીવંત કરવાનો સરકારનો સરાહનીય પ્રયત્ન કોરોના બાદ લોકો ફરી આયુર્વેદ તરફ પ્રયાણ કરી રહ્યા છે એ આવકાર્ય બાબત છે. આયુર્વેદ સાથે યોગ પણ જીવનનો એક ભાગ બને એ ખૂબ જરૂરી છે. એટલે જ રોગ ભગાવે રોગ એ યુક્તિ સાચી છે. યોગ નિષ્ણાંત દ્વારા યોગ અને પ્રાણાયામ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.







પ્રકૃતિ પરિક્ષણ અને પથ્યા-પચ્ય માર્ગદર્શન લોકો એ મેળવ્યું હતું. તે સાથે ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત પણ લીધી હતી. આ આયુષ મેળામાં તાલુકા પંચાયત પ્રમુખ હાંસોટ, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો, આજુબાજુના સરપંચશ્રીઓ, એપીએમસીના ચેરમેન તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા આયુર્વેદ અધિકારી તેમજ આયુર્વેદ શાખાના સ્ટાફ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતાં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application