મધ્યપ્રદેશના ભોપાલમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં લાઉડ મ્યુઝિકના કારણે 13 વર્ષના બાળકનું મૃત્યુ થઈ ગયું છે. આ ઘટના ગત સોમવારે બની હતી. દુર્ગા મૂર્તિના વિસર્જન માટે કાઢવામાં આવેલ ઝાંખી દરમિયાન દુર્ગા ચોકમાં મ્યુઝિક સિસ્ટમ પાસે ઊભેલો પાંચમા ધોરણનો વિદ્યાર્થી સમર બિલ્લૌર લાઉડ મ્યુઝિકના કારણે બેભાન થઈને નીચે ઢળી પડ્યો હતો. તેને જે બે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો તે ડોકટરોએ જણાવ્યું કે લાઉડ અવાજના કારણે બાળકના હૃદયના ધબકારાં બંધ થઈ જવાથી તેનું મૃત્યુ થઈ ગયું છે. જોકે બાળકનું પોસ્ટમોર્ટમ કરાવવામાં નથી આવ્યું. બાળકની માતાએ જણાવ્યું કે, ઝાંખી નીકાળતી વખતે બાળક મ્યુઝિક સિસ્ટમ પાસે જ ઊભો હતો.
બીજી તરફ શુક્રવારે મધ્ય પ્રદેશ માનવ અધિકાર આયોગે પોલીસ કમિશનરને આ મામલે તપાસ કરવા અને મ્યુઝિક સિસ્ટમના સંચાલક સામે કાર્યવાહી કરવા માટે કહ્યું છે. આ કેસમાં પોલીસ ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે. ભોપાલ AIIMSના કાર્ડિયોલોજિસ્ટ ડૉ.યોગેશ નિવારિયાએ જણાવ્યું કે, મ્યુઝિક સિસ્ટમનો અવાજ હૃદયના ધબકારાને પ્રભાવિત છે. ખાસ કરીને જો વોલ્યુમ અચાનક વધી જાય છે ત્યારે હૃદયરોગના દર્દીઓનું બીપી હાઈ અથવા લો થઈ શકે છે. તે હાર્ટ એટેકનું કારણ પણ બની શકે છે. 13 વર્ષીય બાળકના મૃત્યુ મામલે હવે મધ્ય પ્રદેશ માનવ આયોગે તપાસની માંગ કરી છે. આ સાથે જ પોલીસ કમિશનર પાસે ડીજે સંચાલક વિરુદ્ધ કાર્યવાહી કરીને એક મહિનામાં રિપોર્ટ પણ માગ્યો છે.
આયોગે કહ્યું કે, બાળકના મૃત્યુના ચોક્કસ કારણની તપાસ કરવામાં આવે અને જો હકીકતમાં તેના મૃત્યુ માટે ડીજેનું લાઉડ મ્યૂઝિક જવાબદાર છે તો સંચાલક સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આ કેસમાં પોલીસ ઘટના સ્થળની આસપાસના સીસીટીવી પણ તપાસી રહી છે. બાળકના મૃત્યુ બાદ પીડિત પરિવારની હાલત ખૂબ જ ખરાબ છે. સમરની માતા સીમાએ જણાવ્યું કે જ્યારે મારા પુત્રના મોત માટે ડીજેને જવાબદાર ઠેરવવામાં આવ્યું ત્યારે સંચાલક અમારા પર જ ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે તમારો પુત્ર પહેલેથી જ બીમાર છે. જ્યારે વાસ્તવમાં એવું નથી. હું બંગલામાં કામ કરીને સોમવારે રાત્રે 8:00 વાગ્યે ઘરી આવી અને તેને નાળિયેરનું પાણી આપ્યું અને પછી જ્યારે ઝાંખી ઘરની નજીક આવી ત્યારે તે તેને જોવા ગયો. ઝાંખી નીકળતી વખતે તે ડીજે પકડીને ઊભો હતો, ડાન્સ નહોતો કરી રહ્યો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500