ગોવાથી મુંબઈ આવી રહેલી બસ રાતે પ્રવાસીઓ સૂતા હતા ત્યારે કોલ્હાપુરમાં પલ્ટી ખાઈ જતા એક જ કુટુંબના ત્રણ જણ મોતનાં મુખમાં ધકેલાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં નવ જણને ઇજા થઈ હતી, એમ પોલીસે જણાવ્યું હતું. ગોવાના પણજીથી આવી રહેલી સ્લીપર કોચ બસમાં પચ્ચીસ જણ પ્રવાસ કરી રહ્યા હતા. કોલ્હાપુર નજીક રાધાનગરી રોડ પર યુઇખડી ગામ નજીક ગઈ કાલે રાતે બે વાગ્યે ડ્રાઇવરે બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બસ પલ્ટી ખાઈ જતા પ્રવાસીઓ દબાઈ ગયા હતા.
આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ, પોલીસની ટીમ દદ માટે પહોંચી ગઈ હતી. તેઓ પ્રવાસીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. પુણેના માંજરી બુદ્રુકમાં રહેતા એક જ પરિવારના નીલુ ગૌતમ (ઉ.વ.43), રિદ્ધિમા ગૌતમ (ઉ.વ.17), સાર્થક ગૌતમ (ઉ.વ.13)નું મૃત્યુ થયું હતું. કરવીર પોલીસે મામલાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી હતી. નોંધનીય છે ક, દેવકોડગામમાં મિની બસ પલ્ટી ખાઈ જતા ત્રણ પ્રવાસીને ગંભીર અને 15 જણાને નજીવી ઈજા થઈ હતી. આ તમામ પ્રવાસી થાણે નજીક શહાપુરના રહેવાસી હતા. મિની બસમાં ત્રણ કુટુંબ કોલ્હાપુરમાં દેવદર્શન કરીને ગોવા તરફ જઈ રહ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500