સુરત સિટી પોલીસના એસ.ઓ.જી. દ્વારા પાંડેસરા અને ડીંડોલી વિસ્તારમાં દરોડા પાડી ડિગ્રી વગર પ્રેક્ટીસ કરી રહેલા 16 બોગસ તબીબને ઝડપી પાડ્યા હતા. ઈન્જેક્શન, સીરપ અને દવા મળી કુલ 2.35 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એસ.ઓ.જી.ની ટીમ દ્વારા બુધવારે પાંડેસરા અને ડીંડોલી વિસ્તારમાં 17 ઠેકાણે બોગસ તબીબની પ્રેકટીશ કર્યા હોવાની બાતમી મળી હતી. જેથી તબીબની ડિગ્રી વગર કે પછી બોગસ ડિગ્રીના આધારે ક્લિનીક કે દવાખાના શરૂ કરી લોકના સ્વાસ્થ્યની સાથે ચેડા કરનાર તબીબોની શોધખોળ માટે અલગ-અલગ ટીમ બનાવીને દરોડા પાડયા હતા.
આ દમિયાન પોલીસ અને હેલ્થ અધિકારીની ટીમને એક-બે નહીં. પરંતુ 16 જેટલા બોગસ તબીબ મળી આવ્યા હતા. પોલીસે ક્લિનીક અને દવાખાનામાં સર્ચ દરમિયાન ઇન્જેક્શનક, સીરપ અને જુદી-જુદી દવા મળીને કુલ 2.35 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા બોગસ તબીબોની પૂછપરછમાં તેઓ અગાઉ ક્લિનીક, દવાખાના અથવા તો હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા હતા. દવાની સારી જાણકારી મળી જતા નોકરી છોડી જાતે જ તબીબ બની પ્રેક્ટીસ શરૂ કરી દીધી હતી. બે બોગસ ડોકટરો માર્ચ મહિનામાં પણ પકડાયા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર, ડીંડોલીના હરિનગરમાં મધુમીતા ક્લિનીક ચલાવતા ઉત્તમ બિમલ ચક્રવતી અને શીવનગર સોસાયટીમાં સાંઇ ક્લિનીક ચલાવતા સંજય રામક્રિપાલ મોર્યાને ઝડપી પાડયા હતા. મધુમતા કિલનીકમાંથી 7 હજાર રૂપિયાથી વધુ અને સાંઈ ક્લિનીકમાંથી 83 હજાર રૂપિયાથી વધુની દવા, ઈન્જેકશનનો જથ્થો કબજે કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500