મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારા નગરનાં લક્ષ્મીપાર્ક સોસાયટીમાંથી આઇ.પી.એલ. મેચમાં પૈસા વતી અવર અને રન ઉપર ક્રિકેટ સટ્ટો રમાડનાર એક યુવક રૂપિયા ૨૯ હજારનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો, જયારે ચાર યુવકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, તાપી લોકલ ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ પોલીસ સ્ટાફનાં માણસોને તારીખ ૧૨/૦૪/૨૦૨૫ નાંરોજ બાતમી મળતી હતી કે, વ્યારાનાં લક્ષ્મીપાર્ક સોસાયટીમાં એક યુવક આઇ.પી.એલ. ક્રિકેટ મેચમાં પૈસા વતી અવર અને રન ઉપર ક્રિકેટ સટ્ટો રમાડે છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો લક્ષ્મીપાર્ક સોસાયટીમાં પહોંચી હતી જય સ્થળ ઉપરથી આઇ.પી.એલ. મેચમાં મોબાઈલ ફોન ઉપર આઈ.ડી. દ્વારા સટ્ટો રમાડનાર કૌશલ યોગેશભાઈ ઠક્કર (ઉ.વ.૨૩., રહે.લક્ષ્મીપાર્ક સોસાયટી, વ્યારા)નાં હોવાનું જણાવ્યું હતું.
જોકે પોલીસે આઇ.પી.એલ. ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડનાર અમર હૂંદાની (રહે.સોનગઢ), સુમિત વાઘેલા (રહે.ઉનાઈ), પિંકલ રાણા (રહે.ગોલવાડ, વ્યારા) અને ચિરાગ જોષી (રહે.અભિષેક ટાવર, વ્યારા)નાંઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આમ, પોલીસે રૂપિયા ૨૪ હજાર અને એક નંગ મોબાઈલ મળી કૂલ રૂપિયા ૨૯ હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે પકડાયેલ યુવક વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે ચાર જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500