Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલનાં સાકરદા ગામની સીમમાંથી શંકાસ્પદ ખાતર સાથે ટ્રકને પોલીસે કબ્જે કરી

  • April 15, 2025 

સોનગઢથી ઉચ્છલ તરફ જતા રોડ ઉપર સાકરદા બ્રીજ પાસે પોલીસે શંકાસ્પદ જણાતી ટ્રકને અટકાવી જેમાંથી ૭૭૦ બેગ યુરિયા ખાતરનો પુરવઠો કબ્જે લીધો હતો. ખાતર ખરેખર ઈન્ડસ્ટ્રીયલ વપરાશનું ટેકનીકલ ગ્રેડનું છે કે, ખેતવપરાશ અંગેનું સબસીડી વાળુ નીમ કોટેડ યુરિયા છે તેની ચકાસણી માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, પોલીસે ટ્રક સાથે અન્ય બે વાહનો તેમજ મોબાઈલ મળી રૂપિયા ૨૭.૪૨ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ આગળની તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તાપી જિલ્લામાંથી વિતેલ દિવસોમાં પણ શંકાસ્પદ ખાતરનાં વહનનો કિસ્સો બહાર આવ્યો હતો.


જયારે રાત્રીએ ઉચ્છલનાં સાકરદા ગામની સીમમાંથી શંકાસ્પદ ખાતર સાથે ટ્રકને પોલીસે કબ્જે કરી હતી. સોનગઢથી ઉચ્છલ તરફ જતા રોડ ઉપર સાકરદા બ્રીજ પાસે પોલીસે ટ્રકને અટકાવી તપાસ કરતા ટ્રકમાં યુરીયા ખાતરની બેગો ભરવામાં આવી હતી. ટ્રકમાંથી ૪૫ કિલો બેગદીઠ વજન ધરાવતી ૭૭૦ નંગ બેગો ભરવામાં આવી હતી કુલ ૩૪,૬૫૦/- કિલો વજન સાથેનાં ખાતરનો જથ્થો રૂ.૨,૦૭,૯૦૦/-નો તેમજ ટ્રકની આશરે જેની કિંમત રૂપિયા ૧૫,૦૦,૦૦૦/- તથા અન્ય બે વાહનો જેમાં બોલેરો ગાડી જેની આશરે કિંમત રૂપિયા ૫,૦૦,૦૦૦/- તથા અર્ટીગા ફોરવ્હીલ જેની કિંમત રૂપિયા ૫,૦૦,૦૦૦ તથા મોબાઈલ નંગ સાત મળી કુલ રૂ.૨૭,૪૨,૯૦૦/-નાં મુદ્દામાલ કબ્જે લીધો હતો. ટ્રકમાં ભરેલ ખાતર ઈન્ડસ્ટ્રીયલ વપરાશનું ટેકનીકલ ગ્રેડનું કે ખેતવપરાશ અંગેનું સબસીડીવાળું નીમ કોટેડ યુરિયા છે તેની તપાસણી કરાવવાની જરૂર હોય, ખેતીવાડી અધિકારી રૂબરૂ તમામ મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યા હતા. ઘટના અંગે પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application