Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જોળવા ગામમાંથી જુગાર રમતા આઠ જુગારી પકડાયા

  • April 15, 2025 

સુરત જિલ્લાનાં જોળવા ગામમાં આવેલ કુબેર નગરમાં જાહેરમાં જુગાર રમતા આઠ જુગારીને પલસાણા પોલીસે ઝડપી પાડયા હતા. મળતી માહિતી મુજબ, પલસાણા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. ત્યારે પોલીસને ખાનગી રાહે સયુંક્ત રીતે બાતમી મળી હતી કે, જોળવા ગામ ખાતે આવેલી કુબેર આર્કેડ બિલ્ડીંગના પાકીંગમાં આવેલી ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાક ઇસમો ગંજીપાનાથી પૈસાનો હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી.


જે બાતમીના આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરીને આઠ ઈસમોને ઝડપી પાડયા હતા. જેમાં અશોક રાજુલાલ મેવાડા. (રહે.આરાધના ફ્લોરા સોસાયટી વિભાગ-૦૨ જોળવા), વિવેકકુમાર પ્રકાશચંદ્ર ગુખા (રહે.સ્વર્ગ રેસીડન્સી જોળવા), અનિશકુમાર હેમંતકુમાર પ્રસાદ (રહે.વી.કે. એવન્યુ રાયણ રાયણ ઇન્ટરનેશનલ સ્કુલની સામે, ગંગાધરા), સુજબ લવકુશ તિવારી (રહે.ધનશ્યામ સોસાયટી વિભાગ-૦૨, જોળવા), આશીવકુમાર રામજીવન ચોરસીયા (રહે.ઈશ્વરભાઈની બિલ્ડીંગ, જોળવા), કામનાપ્રસાદ રાજુભાઈ સોની (રહે.ધનશ્યામ સોસાયટી વિભાગ-૦૧, જોળવા), ચાલીરાજા લોચનભાઈ ગોસી (રહે.બાલાજી એપાર્ટમેન્ટ, બગુમરા) અને અમનસીંગ મનોજસીંગ રાજપુત (ઘનશ્યામ સોસાયટી, જોળવા)નો સમાવેશ થાય છે. આમ, પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા ૭,૩૦૦ તથા પકડાયેલા ઈસમોની અંગ ઝડતી સમયે મળેલા રોકડા રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application