વાપી કોચરવા ગામનાં ભવાની માતાના મંદિરની સામે આવેલા તળાવનાં ઉંડા પાણીમાં ૨૭ વર્ષીય યુવાનનું ડુબી જતા મોત થયું હતુ. મળતી માહિતી મુજબ, કોચરવાના ભવાની માતાનાં મંદિરની પાસે ધીરૂભાઈની ચાલીમાં રહેતો અને મુળ જિ.દુમકાઝારખંડનો મીથીલેશકુમાર અરૂણ પ્રસાદ શાહ (ઉ.વ. ૨૭) ગત તારીખ ૨૩/૧૧/૨૦૨૪નાં રોજ રૂમ ઉપરથી બહાર ગયા બાદ ગુમ થઈ ગયો હતો. જે બાદ કોઈ અગમ્ય કારણસર તળાવના પાણીમાં ડુબી જતા તેનું મોત નિપજ્યું હતુ. ઘટના બાદ મરનારના ભાઈ રાકેશકુમારે ડુંગરા પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application