બારડોલીના કરચકાથી મઢી જતા માર્ગે પર ઈકો કારે બાઈકને અડફેટે લેતા કરચકાના યુવકનું મોત થયું હતું. બારડોલી તાલુકાના કરચકા ગામથી મઢી તરફ જવા માટે એક બાઈક લઈને કરચકા ગામ નિશાળ ફળિયામાં રહેતો નિમેશ દિલીપભાઈ હળપતિ જઈ રહ્યો હતો તે દરમિયાન સામેથી માંડવી તાલુકાના ઝાખલા તરફથી ઈકો ફોર વ્હીલર ગાડી લઈને પુરપાટ ઝડપે આવી રહ્યો હતો. તેણે નિમેશ હળપતિને જોરદાર ટક્કર મારી હતી. જોકે કરચકા રોડ પર સર્જાયેલા અકસ્માતમાં નિમેશ દિલીપભાઈ હળપતિનું કરુણ મોત નીપજતા પોલીસે ઈકો ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application