વાપીનાં GIDCમાં થર્ડ ફેઝમાં આવેલ અનુપમ કલર્સ પ્રાઈ.લિ.નામની કંપનીમાં આગની ઘટના બની હતી. જોકે આગને કાબૂમાં લીધા બાદ એક લાપતા કર્મચારીની શોધખોળ કરતા રાત્રીના સમયે તે ભડથું થયેલી હાલતમાં મળી આવ્યો હતો. જયારે મૃતક કૌશલકુમાર યાદવ નામનાં વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, વાપી થર્ડ ફેઝમાં આવેલી કંપનીમાં વેલ્ડિંગનાં કામકાજ માટે કોન્ટ્રક્ટરને કામ સોંપાયું હતું. જે કોન્ટ્રાક્ટર પાસે કામ કરતો કૌશલકુમાર યાદવ કંપનીમાં વેલ્ડિંગનું કામ કરવા આવ્યો હતો. ત્યારબાદ વેલ્ડિંગનાં તણખા ઉડતા આગ લાગી હતી. આગની ઘટના દરમિયાન નજીકમાં રહેલી સીંટેક્ષની ટેન્ક આગમાં સળગી હતી. જેમાં આ કર્મચારી પણ ભડથું થઈ ગયો હતો. આગની ઘટનાની જાણકારી ફાયર ખાતાને મળતા ફાયર વિભાગના જવાનોએ આગ બુઝાવી હતી. જે બાદ કૌશલ યાદવની તપાસ હાથ ધરાઈ હતી. જે તપાસમાં તેનો મૃતદેહ સીંટેક્ષની ટાંકી પાસેથી ભડથું થયેલી હાલતમાં મળી આવ્યો હતો. જેના મૃત્યુની ખબર મળતા તેમના સગા સંબંધીઓ પણ કંપની ખાતે દોડી આવ્યા હતા અને ભારે હંગામો મચાવ્યો હતો. આ મામલે વાપી જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application