સુરત વન વિભાગની ટીમે ગત તારીખ ૨૧મી ઓક્ટોબરના રોજ ખેરનાં લાકડા ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી ગુરમીતસિંગ સુરેન્દ્રસિંગ ચૌહાણ (રહે.૧૦૮, ગોકુલ એપાર્ટમેન્ટ, ચક્કર બારડી રોડ,ધુલે,તા.ધુલે,જિ. ધુલે,મહારાષ્ટ્ર)ને મહારાષ્ટ્રનાં નવાપુર કોર્ટમાંથી કબ્જે કર્યો છે. આરોપી સામે માંડવી દક્ષિણ રેન્જ વિસ્તારમાં ગત જૂન મહિનામાં અનામત ખેરના લાકડાનું ગેરકાયદેસર ટ્રાન્સપોર્ટેશન કરવાનો ગુનો નોંધાયો હતો. મધ્યપ્રદેશમાંથી ૨૦૫૫ મેટ્રિક ટન જેટલો ખેરનો જથ્થો પકડાયો હતો. આ ગુનામાં આરોપી ફરાર હતો અને તેની સામે માંડવી કોર્ટે કાયમી પકડ વોરંટ બહાર પાડયું હતું. આ દરમિયાન આરોપીએ ખેર ચોરીનું કામ ચાલુ રાખ્યું હતું અને મહારાષ્ટ્રમાંથી ફરી એકવાર ખેરનું લાકડું ટ્રાન્સપોર્ટ કરતો ઝડપાયો હતો. નવાપુર વન વિભાગે તેને ઝડપી પાડીને રિમાન્ડ પર લીધો હતો અને ત્યારબાદ સુરત વન વિભાગે તેને કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે. જયારે આરોપીના ૨૮મી ઓક્ટોમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application