વાપી ફલાય ઓવર બ્રિજની કામગીરીનું મુર્હુત હજુ નિકળ્યું નથી, ત્યારે વાપી નજીક આવેલાં બગવાડા રેલવે ફાટક પાસે DFCCIL દ્વારા ટ્રેક પર કામગીરી હાથ ધરાવાની છે. જેથી તા.15 થી 30 જુન સુધી બગવાડા ફાટક બંધ રાખવા DFCCIL દ્વારા વાપી વેસ્ટર્ન રેલવેને લેખિતમાં જણાવામાં આવ્યું છે. ઉમરગામથી ડુંગરી સુધીના રેલવે લાઇન પર અનેક સ્થળોએ બ્રિજની કામગીરી ચાલી રહી છે. વાપી નજીક બગવાડા ફાટક પાસે તૈયાર થઇ રહેલા બ્રિજની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
જોકે આ સ્થળ હવે તા.15 થી 30 જુન સુધી DFCCIL દ્વારા રેલવે લેવલ ક્રોસિંગ નં.LC નંબર 84 રેલવે ટ્રેક પર કામગીરી કરવામાં આવશે. જેના કારણે તા.15 થી 30 જુન સુધી ફાટક બંધ રાખવા DFCCIL દ્વારા વાપી વેસ્ટર્ન રેલવેને જાણ કરવામાં આવી છે. બગવાડા ફાટક બંધ રહેવાથી સ્થાનિકોએ લાંબો ચકરાવો મારવા તૈયાર રહેવું પડશે. જયારે સ્થાનિક રહીશોએ હાલાકીનો સામનો કરવો પડશે. અગાઉ પારડી રેલવે ફાટક બંધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application