ચીખલીથી ટ્રેલરમાં મશીન ભરી મોરાઇની કંપનીમાં પહોંચાડવા નીકળેલા ઓપરેટરને વાપીમાં અકસ્માત નડ્યો હતો. બલીઠામાં ટ્રેલરની પાછળ ઉભા રહી ફોન ઉપર વાત કરતી વખતે પાછળથી એક ટ્રેલરના ચાલકે તેને અડફેટમાં લેતા યુવક બંને ટ્રેલર વચ્ચે આવી જતા યુવકનું સ્થળ ઉપર તેનું મોત થયું હતું.
બનાવની વિગત એવી છે કે, કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે એક ટ્રાન્સપોર્ટમાં ટ્રેલર ચલાવતા અને મુળ રાજસ્થાનમાં રહેતા મનોજ સિકંદર કઠાતે ગુરૂવારે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, બુધવારે નવસારી જિલ્લાના ચીખલીથી બ્રિજના પોલ નાંખવા માટેનું (રીલીંગ)) મશીન ટ્રેલરમાં ભરી વાપી મોરાઇ ફાટક ખાતે આવવા માટે મશીન ઓપરેટર ગોપાલ બલરામ કુસ્વાહા રહે.ઝાંસી યુપી અને એક અન્ય ઇસમ સાથે તેઓ નીકળ્યા હતા.
વાપી પહોંચી રાત્રે બલીઠા બોમ્બે હોટેલ પાસે ગાડી પાર્ક કરી તેઓ અંદર સુઇ ગયા હતા. જયારે સવારે ટ્રેલર લઇને મોરાઇ જવા નીકળ્યા બાદ ફાટક જોયેલ ન હોય ગાડી ઉભી રાખી પાછળ બેસેલા ઓપરેટરને ક્યાં જવાનું છે પુછતા તે નીચે ઉતરી ફોન કરવા જતો હતો. તે દરમિયાન પાછળથી એક ટ્રેલર ના ચાલકે તેની ગાડી પૂરઝડપે હંકારી ઉભેલી ટ્રેલર સાથે પાછળથી અકસ્માત કરતા ગોપાલ બંને ગાડી વચ્ચે આવી ગયો હતો. જેમાં તેના હાથ-પગ તૂટી ગયા હતા અને માથાના ભાગે ઇજા થતા સ્થળ પર તેનું મોત થયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500