મોટી દમણના જમ્પોર દરિયા કિનારે તાપી જિલ્લાનાં વ્યારાનાં પાંચ મિત્રો બેઠા હતા. તે સમયે ભરતીનાં પ્રચંડ મોજામાં એક યુવક તણાતા અન્ય મિત્ર તેને બચાવવા જતા બંને તણાઈ ગયા હતા. પોલીસ અને ફાયરના લાશ્કરોએ યુવકને બચાવવા ભારે પ્રયાસ કરવા છતાં સફળતા મળી ન હતી અને અંતે લાશ હાથ લાગી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાનાં વ્યારા તાલુકાનાં કમલેશકુમાર કુસ્વાહ (ઉ.વ.30) અને અરબાઝઅલી મીયા (ઉ.વ.27) અન્ય ત્રણ મિત્રો સાથે રવિવારે દમણ ફરવા આવ્યા હતા. તમામ મિત્રો સાંજે જમ્પોર બીચ પર બેઠા હતા. તે સમયગાળા દરમિયાન ભરતી આવતા કમલેશકુમાર પ્રચંડ મોજાંમાં તણાઈ જતાં તેને અરબાઝઅલી બચાવવા જતા ગયો હતો. પરંતુ તે પણ પ્રચંડ મોજાંમાં તણાયો હતો. જયારે બે યુવક તણાયાની જાણ થતાં ઘટના સ્થળે હાજર પોલીસ તેમજ લોકો દોડી ગયા બાદ બંનેને બચાવવા ભારે પ્રયાસ કરવા આવ્યા હતાં તેમ છતાં સફળતા મળી ન હતી. ત્યારબાદ સાંજે ફાયર વિભાગનાં લશ્કરોએ લગભગ બે કલાકની જહેમત બાદ બંને મિત્રોની લાશ બહાર કાઢી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application