નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલા પોક્સોનો આરોપી રાત્રી દરમ્યાન પોલીસને ચકમો આપી ફરાર થઇ થયો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વલસાડ જિલ્લાનાં પારડી તાલુકાના બાલદા ગામની એક કંપની માંથી સગીરાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં પારડી પોલીસે આરોપી આનંદ ઉર્ફે કરિયા કલ્લુ હીરાલાલ સરોજ (રહે.બાબુભાઈની ચાલીમાં રૂમ નં. ૩, હીરાબાગ, કાપોદ્રા, સુરત, મૂળ રહે.ભરૂહુપુર ગામ,તા.મરૂઆહુ, જિ.જોનપુર, ઉતરપ્રદેશ)ની ધરપકડ કરી નવસારી સબજેલમાં મોકલી આપ્યો હતો. સગીરાનું અપહરણ અને દુષ્કર્મના ગુનામાં પોક્સો એક્ટ હેઠળસબ જેલમાં રખાયેલા આરોપી આનંદ સરોજને તા.૨જી એપ્રિલના રોજ સાંજે છાતીમાં દુ:ખાવો ઉપડતા તેને હેડ ક્વાટરના ત્રણ પોલીસ બંદોબસ્ત સાથે નવસારી સિવિલ હોસ્પિટલના ત્રીજા માળે કેદીઓ માટેના પ્રિઝનર વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જોકે રાત્રીના ૧૦:૩૦ વાગ્યા બાદ હોસ્પિટલના પલંગ ઉપર હથકડી લોક કરી આરોપી આનંદને બોટલ ચઢાવવામાં આવી રહ્યા હતાં. આ સમયે પોલીસ કર્મી બાથરૂમ કરવા માટે ગયા હતા તે વખતે આરોપી આનંદ સરોજે હથકડી માંથી હાથ સેરવી ફરાર થઈ ગયો હતો. તેમજ બુધવારની રાત્રીએ પ્રિઝનર વોર્ડમાં પોક્સોના ગંભીર ગુનાનો આરોપી આનંદ સરોજ પોલીસ જાપ્તા માંથી ફરાર ગયો હતો. આ અંગે પી.એસ.આઈ. ચેતના ઠુમ્મરે ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરાર આરોપી આનંદ ઉર્ફે કરિયા સરોજ તેમજ ફરજમાં બેદરકારી દાખવનાર હેડ ક્વાટર્સના જમાદાર અંર્જુનસિંગ કકલદાન, પો.કો. ચેતનભાઈ સાજનભાઈ. હરપાલસિગ, નારસંગભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500