Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મીરકોટ ગામે ખોરાકમાં કોઇ ઝેરી વસ્તુ આવી જતાં પરિવારનાં બે બાળકો સહિત પાંચ સભ્યોની તબિયત લથડી

  • April 04, 2025 

ઉચ્છલનાં મીરકોટમાં રાંધેલ ખોરાકમાં કોઇ ઝેરી વસ્તુ આવી જતા જેને લઈને બે બાળકો સહિત પાંચ સભ્યોની તબિયત કથળતા જેઓને સોનગઢ સરકારી દવાખાના બાદ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. સુત્રો પાસેથી મળતી મહીતું અનુસાર, ઉચ્છલ તાલુકાનાં મીરકોટ ગામના શંકરભાઈ ગામીતના બે દિકરાઓ કલ્પેશભાઈ ગામીત તેમની પત્ની બાબલીબેન કલ્પેશભાઈ, પુત્રી બ્લેશી કલ્પેશભાઈ (ઉ.વ.૧૧) તથા પ્રવિણભાઈ શંકરભાઈ ગામીત અને તેમની પત્ની મરીયમબેન પ્રવિણભાઈ, પુત્ર સામર્થ પ્રવિણભાઇ ગામીત (ઉ.વ.૫) મીરકોટ ગામના રેલવે ફળીયામાં રહે છે. જયારે શંકરભાઈ તથા તેમના પત્ની તેમના ખેતરે જ રહે છે.


જોકે ગત તારીખ ૨૭-૩-૨૦૨૫ની સાંજે જમવાનું બનાવીને પરિવાર કોઈક પ્રસંગમાં ગયો હતો. ત્યારબાદ ત્યાંથી પરત ઘરે આવીને જેઓએ બનાવેલું ભીંડાનું શાક, રોટલી, ખિચડી ખાધી હતી. જેમાં કોઈ ઝેરી વસ્તુ આવી જવાના કારણે બાબલીબેન, બ્લેસી, પ્રવિણભાઈ, મરીયમબેન, સામાર્થને મોઢામાં કડવાશ તથા ચક્કર આવવા લાગતા ખળભળાટ મચી ગયો હતો. જેટલાએ ખાવાનું ખાધું તમામની તબિયત કથળતા જેઓને સોનગઢ સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડયા બાદ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે બાબલીબેન કલ્પેશભાઈ દ્વારા ઉચ્છલ પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application