નિઝર ખાતેની મોડેલ સ્કુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની અચાનક તબિયત કથળતા તેણીને સારવાર માટે ખસેડવામાં આવતા જયાં ટુંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજતાં ચકચાર મચી ગઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નિઝર તાલુકાનાં ગુજજરપુરની નિહલ મહેશભાઈ વળવી (ઉ.વ.૧૬) ધોરણ-૧૧માં નિઝરની સ્થિત મોડેલ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી.
જોકે વિદ્યાર્થીનીની અચાનક તબિયત કથળતા જે અંગે વાલીને જાણ કરી ત્યારબાદ ૧૦૮ મારફતે મહારાષ્ટ્રની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ટુંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું જયારે અચાનક દિકરીના મોતની ઘટનાને લઈને સમગ્ર પરિવાર તથા ગામમાં ગમગીની છવાઇ ગઇ હતી. પરંતુ કયાં કારણોસર વિદ્યાર્થિનીનું મોત થયું તેની વિગત બહાર આવી શકી નથી. તેમજ પી.એમ. બાદ મોતનું ચોક્કસ કારણ બહાર આવશે તેવું જાણવા મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application