Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પરિક્રમાના શહેરાવ ઘાટ, તિલકવાડા ઘાટ અને રેંગણ ઘાટ પર ડોમની અંદર ખુરશી, પંખા, લાઇટ, કુલર, ફાયર સેફટી અને CCTV કેમેરાની વ્યવસ્થા કરાઈ

  • April 03, 2025 

નાંદોદ તાલુકાના રામપુરાથી તિલકવાડા ઘાટ વચ્ચે વહેતી ઉત્તરવાહિનીમાં નર્મદાની પંચકોશી પરિક્રમા અર્થે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પરિક્રમાર્થીઓ આવી રહ્યા છે. અંકલેશ્વરના દિવ્યકાંત પરમારે જણાવ્યુ કે, ગુજરાત સરકાર દ્વારા પરિક્રમાર્થીઓ માટે “તમારી આસ્થા અમારી વ્યવસ્થા” ને સફળ બનાવ્યુ છે. ડોમની અંદર પંખા, ખુરશી, કુલરની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવામાં આવી છે. તબીબી સારવારની સુવિધા, બોટની મુસાફરી દરમિયાન સુરક્ષા માટે લાઇફ જેકેટની સુવિધા કરાઈ છે.


દિવસ દરમિયાન તડકાને ધ્યાને લઈને ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. તે બદલ હુ સરકારશ્રીનો આભાર માનુ છું. રાજકોટના પરિક્રમાર્થી શ્રી સ્મિત રોયાએ શ્રદ્ધાળુઓ માટે નર્મદાના ચારેય ઘાટ અને પરિક્રમા રૂટ પર ઉભી કરાયેલી સુવિધાઓથી આનંદ સાથે સંતોષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યુ કે મારી સાથે ભરૂચ-અંકેલેશ્વરથી પરિક્રમાર્થીઓ આવ્યા છે. અમે રામપુરાથી પદયાત્રા શરૂઆત કરી હતી ત્યારે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રહેવાની, રસ્તામાં સ્ટોલ, લીંબુ શરબતથી માંડીને ઠંડા પાણીની વ્યવસ્થા, ચા-નાસ્તો અને જમવાની વ્યવસ્થા વિનામૂલ્યે કરવામા આવી છે. પરિક્રમા પૂર્ણ કર્યાબાદ બેસવા માટે ડોમ તૈયાર કરાયો છે જેમાં ખુરશીઓ મુકવામાં આવી છે.


જ્યાં પરિક્રમાર્થીઓ વિરામ કરી શકે છે. પરિક્રમામાં સો-સો મિટરમાં અંતરે અનેક પ્રકારની સુવિધાઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાઈ છે, જેથી દિવસ-રાતની અનુકૂળતાએ પરિક્રમા કરી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા પરિક્રમાના શહેરાવ ઘાટ, તિલકવાડા ઘાટ અને રેંગણ ઘાટ પર ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ખુરશી, પંખા, લાઇટ, કુલર, ફાયર સેફટી અને CCTV કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે. રેંગણ ઘાટ ખાતે પરિક્રમાર્થીઓની ભીડ વધુ જમા ના થાય અને સરળતાથી નાવડી સુધી પોહચી શકે તે માટે યોગ્ય બેરીકેટીંગની વ્યવસ્થા કરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application