વલસાડ જિલ્લાની ભિલાડ પોલીસની ટીમને મળેલી બાતમીનાં આધારે સેલવાસથી સુરત જતાં એક ટેમ્પોને ઇન્ડિયાપાડા ચેકપોસ્ટ ઉપર ટેમ્પો અટકાવી ટેમ્પોમાં બનાવેલા ચોર ખાનામાંથી 1,760 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે દારૂનાં જથ્થા સાથે ટેમ્પો ચાલક સહિત 2 ઇસમોને ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી અનુસાર, ઉમરગામ તાલુકાનાં ભિલાડ પોલીસની ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિ. અંગેની પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીનાં આધારે સેલવાસ તરફથી એક ટેમ્પો નંબર GJ/11/Y/6397માં દારૂનો જથ્થો ભરી ટેમ્પો ચાલક તથા અન્ય ઈસમ સાથે ટેમ્પોમાં બનાવેલા ચોરખાનામાં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો સંતાડી સુરત તરફ જઈ રહ્યો છે.
તેમજ સેલવાસ તરફથી નીકળી ભીલાડ ઇન્ડિયાપાડા નરોલી ચેકપોસ્ટ થઈ સુરત તરફ જવાના હોવાની બાતમી મળી હતી. જેથી ભિલાડ પોલીસની ટીમને મળેલી બાતમીનાં આધારે ભિલાડ પોલીસની ટીમ ભીલાડ ઇન્ડિયાપાડા ચેકપોસ્ટ પાસે સેલવાસથી આવતા રોડ ઉપર બાતમીવાળા ટેમ્પોની વોચ ગોઠવી ઉભી હતી. તે દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા ટેમ્પોને અટકાવી ચેક કરતા ટેમ્પાના ફલકના ભાગે બનાવેલા ચોરખાનામાંથી ભિલાડ પોલીસની ટીમે ઈંગ્લીશ દારૂની કુલ નંગ 1,760 બોટલ ભિલાડ પોલીસે ઝડપી પાડ્યો હતો.
જોકે પોલીસે વિદેશી દારૂનાં જથ્થા સાથે મુસ્તાક હારૂન વારૈયા અને ઉદયકુમાર મહેશરામની અટકાયત કરી પૂછપરછ કરતા દારૂનો જથ્થો સુરતનાં શૈલેષ ઉર્ફે શૈલોએ મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું. ભિલાડ પોલીસે દારૂનો જથ્થો અને રોકડા રૂપિયા 5000 તથા 2 નંગ મોબાઈલ તેમજ ટેમ્પો મળી કુલ રૂપિયા 9.71 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, જયારે પોલીસે સુરતનાં શૈલેષ ઉર્ફે શૈલો નામના ઇસમને વોન્ટેડ જાહેર કરીને આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500