Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Complaint : દુષ્કર્મ કરી સગીરાનાં ફોટો વાયરલ કરવાની ધમકી આપનાર યુવક વિરુદ્ધ ફરિયાદ

  • January 28, 2023 

વલસાડ તાલુકાની એક સગીરાને ગામનાં જ એક યુવકે પ્રેમજાળમાં ફસાવી હોટલમાં લઇ જઇ દૂષ્કર્મ આચરી અંગત પળોના ફોટો લઇ લઇને વારંવાર તેના તાબે થવાનું દબાણ કરી ફોટો સોશીયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતા સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી હતી. બનાવની વિગત એવી છે કે, વલસાડ તાલુકામાં રહેતી સગીરા સાથે મિત્રતા કેળ‌વી ગામના જ યુવકે તેને ફોસલાવીને પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારબાદ તિથલની કોઇ હોટલમાં લઇ જઇ દૂષ્કર્મ આચર્યું હતું.



આ કૃત્યના ફોટો તેણે તેના મોબાઇલમાં પાડી લીધા હતા. જોકે સગીરા સાથેની અંગત પળોના ફોટો લઇને સગીરાને તાબે થવાનું દબાણ કરી સોશ્યિલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતો હતો. સગીરાએ આ ફોટા મોબાઇલમાંથી ડીલીટ કરવા જણાવતા યુવકે ડીલીટ કરી દીધા હોવાનું જણાવ્યું હતું. પરંતું યુવકે સગીરાને મોબાઇલ ઉપર અંગત પળોના ફોટા મોકલી તાબે થવા દબાણ કર્યું હતું. જો તેમ ન કરે તો સોશીયલ મીડિયામાં વાયરલ કરી દેવા ધમકી આપી હતી. આ યુવક અગાઉ સગીરાનો સ્કૂલે કે ટ્યુશને વેળા પીછો કરતો હોવાની ફરિયાદ માતાએ સીટી પોલીસ મથકે નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application