ઉત્તરાયણ પર્વમાં ચાઈનીઝ દોરીને લઈને કેટલાક અબોલ પક્ષીઓ અને લોકોના ગળા કપાવાથી જીવ જતા હોય છે. જેને લઈને રાજ્ય સરકારે ચાઈનીઝ દોરીના વેચાણ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેને લઈને વલસાડ જિલ્લા કલેક્ટરે એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને ચાઈનીઝ દોરીના વેચાણ અને ખરીદી ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. ડુંગરી પોલીસની ટીમને મળેલી બાતમીનાં આધારે ઓલ ગામના વવા ફળિયામાં રહેતા શિવ અર્જુન પટેલ તેના ઘર પાછળ ગેરકાયદેસર રીતે ચાઈનીઝ દોરીનું વેચાણ ચાલી રહ્યું હોવાની બાતમી મળી હતી.
જોકે મળેલ બાતમીનાં આધારે ડુંગરી પોલીસની ટીમે ઓલ ગામ વાવ ફળિયામાં ચેક કરતા શિવ અર્જુન પટેલના ઘરની પાછળ ચાઈનીઝ દોરીની ફિરકીઓ મળી આવી હતી. 15 ચાઈનીઝ દિરીની ફિરકીઓ ભરેલી મળી આવી હતી. ડુંગરી પોલીસની ટીમે શિવ પટેલને 15 ચાઈનીઝ દોરીની ફિરકિના મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ડુંગરી પોલીસે જિલ્લા કલેકટરના જાહેરનામનો ભંગ કરવા બદલ શિવ પટેલની અટકાયત કરી જાહેરનામના ભંગ કરવા બદલ કુંગરી પોલીસ મથકે FIR નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application