પારડીનાં બાલદા ગામે વાવ ફળિયામાં રહેતો પરિમલ પ્રકાશભાઈ નાયકા (ઉ.વ.24) નાઓ ગત તા.15 જાન્યુઆરી રવિવારે ઘરેથી મોપેડ નંબર GJ/15/DC/9146 લઈ પારડી બજાર જવા નીકળ્યો હતો ત્યારે બાલદા PHC સામે હાઇવે પર અક્સમાતે મોપેડ સ્લીપ થઈ જતા પટકાયો હતો. જેને ગંભીર ઇજા થતા સારવાર માટે 108માં પારડી કુરેશી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સોમવારે સાંજે 6.30 કલાકે સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ બાલદા ગામનાં સરપંચ સહિત અન્યને થતાં હોસ્પિટલ દોડી આવ્યા હતા. પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા બીટ જમાદાર હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો લઈ પારડી CHC હોસ્પિટલ ખાતે પીએમ કરાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application