Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ : એક તરફી પાગલ પ્રેમીએ યુવતીને આપી જાનથી મારવાની ધમકી, પોલીસે યુવકને ઝડપી કાર્યવાહી કરી

  • April 12, 2024 

વલસાડમાં યુવતીનો વારંવાર પીછો કરી છેડતી કરનાર યુવકે એક તરફી પ્રેમીની પોલીસે ધરપકડ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વલસાડનાં એક વિસ્તારમાં રહેતી 26 વર્ષની યુવતી વલસાડ શહેરમાં જ આવેલ એક દુકાનમાં નોકરી કરે છે અને એક તરફી પ્રેમમાં અંધ બનેલ દિવ્યેશ જયેશભાઈ નાયકા (રહે.ઈસ્ટ રેલવે યાર્ડ, મન્નતના રાજાની પાછળ) યુવતીનો સતત પીછો કરી તેની સાથે પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો.



જયારે ગત તારીખ 02/04/2024નાં રોજ યુવતી શહેરનાં સ્ટેડિયમ રોડ પરથી પસાર થઈ રહી હતી. તે સમયે દિવ્યેશએ હાથ પકડીને કહ્યું કે, ‘તું મારી સાથે ચાલ’, ;તું કેમ મારી સાથે બોલતી નથી’, ‘હું તને ખૂબ ચાહું છું’, ‘જો તું મારી સાથે વાત નહીં કરે તો હું તારા માતા-પિતાને અને ભાઈને વલસાડમાં રહેવા નહીં દઉં,’ અને જાનથી મારી નાંખીશ એવી ધમકી પણ આપી હતી. આમ, દિવ્યેશનાં ત્રાસથી કંટાળેલ યુવતીએ તેની નોકરી પણ છોડી દીધી હતી. જયારે એક તરફી પ્રેમમાં પાગલ બનેલ દિવ્યેશ યુવતીના પિતા જ્યાં નોકરી કરતા હતા તે સ્થળે પહોંચી યુવતીના પિતાને પણ  ધમકાવ્યા હતા. ત્યારબાદ દિવ્યેશએ યુવતીના ઘરે અવર-જવર કરતા તેમજ માનેલ ભાઈને પણ ગાળો આપી તેને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જે બાબતે યુવતીએ દિવ્યેશ નાયકા સામે વલસાડ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી દિવ્યેશ નાયકાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application