ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪માં શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન સમગ્ર દેશમાં સ્વચ્છતા અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે નિમિત્ત બની રહ્યું છે. જેની સફળતાને અધારે ભારત સરકારે વર્ષ ૨૦૨૬ સુધીમાં તમામ શહેરોને “કચરા મુક્ત શહેરો”(GFCs) બનાવવાના ઉદ્દેશ્ય સાથે સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ લોન્ચ કર્યું છે. સ્વચ્છ ભારત મિશન-અર્બન ગુજરાત અભિયાન હેઠળ નિર્મળ ગુજરાત ૨.૦ને વધુ અસરકારક રીતે અમલમાં મુકવા તેમજ સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪ની જોગવાઈના આયોજન/અમલીકરણ અને અસરકારક કામગીરી બાબતને સફળ પ્રયાસના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી અનસુયા ઝાના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એ. કે. કલસરિયાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની એક દિવસીય તાલીમ યોજાઈ હતી.
તાલીમમાં અર્બન વેસ્ટ મેનેજમેન્ટ અમદાવાદના ટીમ લીડર વિનય પટેલ અને SEPT યુનિવર્સીટીના સેન્ટર ફોર વોટર એન્ડ સેનિટેશનના જય શાહ દ્વારા જિલ્લાની પાંચેય નગરપાલિકાના અધિકારી-કર્મચારીઓને નિર્મળ ગુજરાત ૨.૦ની ગાઈડલાઈન, સ્વચ્છતાના મુખ્ય મુદ્દાઓ, વેસ્ટ મેનેજમેન્ટ, આ પ્રોગ્રામ અંતર્ગત સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ, નિર્મળ ગુજરાત ૨.૦ અને સ્વચ્છ ભારત મિશન અર્બન માટે સરકાર દ્વારા સર્વેક્ષણ બાદ ભવિષ્યમાં આપવામાં આવતા ફન્ડની પોસિબિલીટીઓ, આવનારા વર્ષમાં સ્વચ્છતા અંગે થનારી કામગીરીનું પ્લાનિંગ, નગરપાલિકાઓનો હાલનો પ્રોગ્રેસ અને સ્ટેટસ, આવનારા સમયમાં નગરપાલિકાઓને ODF+, ODF++, GFC, Water+ સર્ટિફિકેશન ટાર્ગેટ, રિપોર્ટિંગ મેકેનિઝમ, સોલિડ અને લિક્વીડ વેસ્ટ મેનેજમેન્ટ, સ્વચ્છતા કર્મચારીઓ માટે પીપીઈ કીટ સહિત સેફ્ટીના સાધનો, નગરપાલિકાઓ દ્વારા શહેર અને નગરપાલિકા વિસ્તારના ૧૦ કીમી વિસ્તારના ગામોમાંથી કચરો એકત્રિત કરવાની વ્યવસ્થા અને તેને રિસાયકલિંગ કરી જુદા જુદા ક્ષેત્રે ફરી વપરાશ અંગેને તાલીમ આપવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500